IPL 2023 RR vs LSG: સંજુ સેમસન કે કેએલ રાહુલ? કોણ છે અસલી બાદશાહ? સેહવાગે કર્યો ખુલાસો

આઈપીએલની 16મી સિઝનની 26મી મેચ આજે રમાવાની છે. રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની આ મેચમાં બંને ટીમના કેપ્ટનોની નજર રહેશે. કેએલ રાહુલ અને સંજુ સેમસન વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે.

જયપુરમાં યોજાનારી આ મેચ પહેલા પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગે મેચને લઈને કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો છે. સેહવાગના મતે કેએલ રાહુલ સંજુ સેમસન કરતા પણ વધુ ખતરનાક બેટ્સમેન છે. છેલ્લી મેચમાં રાહુલ પણ ફોર્મમાં પાછો ફર્યો છે.

IPL 2023

કેએલ રાહુલ અને સંજુ સેમસનને લઈને દિગ્ગજો વચ્ચે ઘણીવાર ચર્ચા થતી રહે છે. કેએલ રાહુલનું સમર્થન કરતી વખતે વીરેન્દ્ર સેહવાગે તેના પક્ષમાં કેટલીક મહત્વપૂર્ણ વાતો કહી છે. રાહુલ લાંબા સમયથી ભારતીય ટીમના ત્રણ ફોર્મેટમાં રમી રહ્યો છે.

સેહવાગના મતે લાંબા સમયથી ત્રણેય ફોર્મેટમાં બેટથી રનનો વરસાદ વરસાવી રહેલા કેએલ રાહુલ પાસે સંજુ સેમસન કરતા વધુ અનુભવ છે. સેહવાગે કહ્યું કે કેએલ રાહુલે સતત પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં પોતાનું સ્થાન મેળવ્યું છે.

કેએલ રાહુલની બેટિંગ પર પણ ઘણીવાર સવાલો ઉઠ્યા છે. પરંતુ સેહવાગે કહ્યું કે જો તમે ભારતીય ટીમમાં સેટ થવાની વાત કરો છો તો હું માનું છું કે કેએલ રાહુલ સંજુ સેમસન કરતા સારો છે. તેણે ઘણા દેશોમાં ટેસ્ટ મેચ રમી છે અને સદી ફટકારી છે.

લખનૌ અને રાજસ્થાન આ બંને ટીમો માટે IPLની આ સિઝન શાનદાર રહી છે. ગત મેચમાં પંજાબ કિંગ્સ સામે હારનો સામનો કર્યા બાદ લખનૌની ટીમ જીતના પાટા પર પરત ફરવા માંગે છે. આ સાથે જ રાજસ્થાનની ટીમ જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે.

IPL 2023માં રાજસ્થાન રોયલ્સે અત્યાર સુધીમાં કુલ 5 મેચ રમી છે, જેમાં 4માં જીત અને એકમાં હાર થઈ છે. બીજી તરફ લખનૌએ 5 મેચ રમી છે જેમાં 3માં જીત અને 2માં હાર થઈ છે. લખનૌની ટીમ 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે જ્યારે રાજસ્થાન 8 પોઈન્ટ સાથે ટોપ પર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X