IPL 2024 : મેદાન બહાર બોલ્ડ હસીના સાથે ઠુમકા લગાવતો જોવા મળશે આંદ્રે રસેલ, 7 મેં એ આવી રહ્યું છે સોંગ
કોલકત્તા નાઈટ રાઈડર્સનો ઓલરાઉન્ડર ખેલાડી આદ્રે રસેલ તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. હવે અહેવાલ છે કે તે બહુ જલ્દી બોલ્ડ હસીના સાથે સોંગમાં ઠુમકા લગાવતો જોવા મળશે.
આઈપીએલ 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આન્દ્રે રસેલ શાનદાર બેટિંગ અને બોલિંગ કરી રહ્યો છે. હવે વેસ્ટ ઈન્ડિઝનો સ્ટાર ઓલરાઉન્ડર આઈપીએલ દરમિયાન સિંગર તરીકે જોવા મળશે.

આંદ્રે રસેલનું હિન્દી ગીત IPL દરમિયાન રિલીઝ થશે, જેમાં તેની સાથે પ્રખ્યાત ટીવી અભિનેત્રી અવિકા ગૌર જોવા મળશે. અવિકા એ જ અભિનેત્રી છે જેણે પ્રખ્યાત ટીવી શો બાલિકા વધૂમાં આનંદીનું પાત્ર ભજવ્યું હતું. રસેલના ગીતનું શીર્ષક છે લડકી તુ કમાલ કી. આ ગીત 9મી મેના રોજ રિલીઝ થશે.
આ ગીતમાં આન્દ્રે રસેલે પોતે બોલિવૂડ સિંગર પલક મુચ્છલ સાથે પોતાનો અવાજ આપ્યો છે. મ્યુઝિક વિડિયો પલક મુછલના ભાઈ પાશાલ મુચ્છલ દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યો છે, જે ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાનો બોયફ્રેન્ડ છે.
વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટરો સિંગિંગ અને પાર્ટી કરવા માટે ખૂબ જ પ્રખ્યાત છે. આનો પુરાવો આપતાં રસેલ મ્યુઝ વીડિયોમાં જોવા મળશે.
રસેલની વાત કરીએ તો તેણે IPLની આ સિઝનની 11 મેચમાં 198 રન બનાવ્યા છે અને બોલિંગ દરમિયાન 13 વિકેટ લીધી છે.












Click it and Unblock the Notifications
