IPL 2024 Award Winners: આઈપીએલમાં અવૉર્ડ જીતનાર ખેલાડીઓની આખી યાદી
IPL 2024 Awards Winners: KKR એ રવિવારે IPL ફાઈનલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. KKR ત્રીજી વખત જીત્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદને હારનો સામનો કરવો પડ્યો છે. KKR એ દરેક વિભાગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને જીત નોંધાવી.
જીત નોંધાવ્યા બાદ KKRને ઈનામી રકમ તરીકે મોટી રકમ મળી છે. KKRને 20 કરોડ રૂપિયાની રકમ મળી છે. હાર્યા બાદ સનરાઇઝર્સ હૈદરાબાદને પણ સારી એવી રકમ મળી હતી. હૈદરાબાદને ઈનામી રકમ તરીકે 12.5 કરોડ રૂપિયા મળ્યા છે.

આ સિઝનમાં વિરાટ કોહલીનું બેટ જોરદાર ફર્યુ છે. તેણે કોઈપણ બેટ્સમેન માટે ઓરેન્જ કેપ જીતવાની કોઈ તક છોડી નથી. તેણે 741 રન બનાવીને ઓરેન્જ કેપ કબજે કરી હતી. હર્ષલ પટેલને સૌથી વધુ વિકેટ લેવા બદલ પર્પલ કેપ મળી હતી.
IPL 2024 એવોર્ડ વિજેતા (IPL 2024 Award Winners List)
સ્ટ્રાઈકર ઑફ ધ મેચ - વેંકટેશ ઐયર
અલ્ટીમેટ ફેન્ટસી પ્લેયર - મિશેલ સ્ટાર્ક
સુપર સિક્સીસ ઑફ ધ મેચ એવોર્ડ - વેંકટેશ ઐયર
મેચમાં સૌથી વધુ ચોગ્ગા - રહેમાનુલ્લા ગુરબાઝ
મોસ્ટ ડૉટ બોલ - હર્ષિત રાણા
પ્લેયર ઑફ ધ મેચ - મિશેલ સ્ટાર્ક
ઇમર્જિંગ પ્લેયર - નીતિશ રેડ્ડી
સ્ટ્રાઈકર ઑફ ધ મેચ સિઝન- ફ્રેઝર મેકગર્ક
ફૅન્ટેસી પ્લેયર ઑફ ધ સિઝન - સુનિલ નારાયણ
સુપર સિક્સેસ ઑફ ધ સિઝન - અભિષેક શર્મા
સિઝનમાં સૌથી વધુ ચોગ્ગા - ટ્રેવિસ હેડ
બેસ્ટ કેચ - રમણદીપ સિંહ
ફેરપ્લે એવોર્ડ - સનરાઈઝર્સ હૈદરાબાદ
પર્પલ કેપ - હર્ષલ પટેલ
ઓરેન્જ કેપ - વિરાટ કોહલી
મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર - સુનિલ નારાયણ
શ્રેષ્ઠ પિચ ગ્રાઉન્ડ- હૈદરાબાદ
વિજેતા- KKR
રનર અપ- હૈદરાબાદ












Click it and Unblock the Notifications
