IPL 2024 : સતત હારી રહેલી RCB ને મોટો ઝટકો, સ્ટાર ઓલરાઉન્ડરે ટીમ છોડી

આઈપીએલની શરૂઆતથી લઈને અત્યારસુધી તરસી રહેલી રોયલ ચેલેન્જર્સની ટીમ આ સિઝનમાં પણ સતત મેચ હારી રહી છે.

7 માંથી માત્ર એક મુકાબલો જીતી શકેલી રોયલ ચેલેન્જર્સની ટીમ માટે હવે પડ્યા પર પાટુ જેવી સ્થિતી સર્જાઈ છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડરે બ્રેક લેવાની જાહેરાત કરી દીધી છે.

Glenn Maxwell

બેટિંગમાં ખરાબ ફોર્મને કારણે ગ્લેન મેક્સવેલે આઈપીએલમાંથી અનિશ્ચિત માનસિક અને શારીરિક બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે.

સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની આરસીબીની મેચમાં મેક્સવેલને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. તેનું કારણ મુંબઈ ઈન્ડિયન્સ સામેની છેલ્લી મેચ દરમિયાન આંગળીમાં થયેલી ઈજા હતું.

આ પછી બાદમાં મેક્સવેલે પોતાને ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય સ્વીકારી લીધો. મેક્સવેલે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, તે ખૂબ જ સરળ નિર્ણય હતો. હું છેલ્લી મેચ પછી કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને કોચ પાસે ગયો અને કહ્યું કે કદાચ મારી જગ્યાએ બીજા કોઈને અજમાવવાનો સમય આવી ગયો છે.

મેક્સવેલે કહ્યું કે, તમારી જાતને થોડો માનસિક અને શારીરિક આરામ આપવા અને તમારા શરીરને ફિટ રાખવાનો આ સારો સમય છે. જો ટુર્નામેન્ટ દરમિયાન મને સામેલ કરવાની જરૂર હોય તો આશા છે કે હું માનસિક અને શારીરિક રીતે મજબૂત સ્થિતિમાં પાછો આવીશ અને પ્રભાવ પાડી શકીશ.

મેક્સવેલના કરિયરમાં આ બીજી વખત છે જ્યારે તેને પોતાની માનસિક અને શારીરિક તંદુરસ્તી માટે ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો છે. મેક્સવેલે ઓક્ટોબર 2019માં પણ આવો જ બ્રેક લીધો હતો. પછી થોડા મહિના પછી વાપસી કરી. IPLની વર્તમાન સિઝનમાં તે છ મેચમાં બેટથી કોઈ ખાસ યોગદાન આપી શક્યો નથી, તેણે 94ના સ્ટ્રાઈક રેટથી માત્ર 32 રન જ બનાવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X