IPL 2024 : હવે મેદાન પર નહીં જોવા મળે ધોની? ખુદ આપ્યા સંકેત

ભારતીય ટીમના પુર્વ કેપ્ટન અને ચેન્નાઈ સુપર કિંગ્સના હાલના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ મેદાન છોડવાના સંકેત આપ્યા છે.

IPLની નવી સિઝન શરૂ થવામાં થોડો સમય છે અને પ્રથમ મેચ 22 માર્ચથી રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે રમાશે. ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Dhoni

સોમવારે 4 માર્ચે મહેન્દ્ર સિંહ ધોનીએ ફેસબુક પર એક પોસ્ટ શેર કરી હતી. ધોનીએ ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, નવી સીઝન અને નવી ભૂમિકાની રાહ નથી જોઈ શકતો. જોડાયેલા રહો!

હવે સવાલ એ છે કે આખરે મહેન્દ્ર સિંહ ધોની અહીં કઈ નવી ભૂમિકાની વાત કરી રહ્યા છે? ધોનીની આ પોસ્ટને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ થઈ છે.

મહેન્દ્ર સિંહ ધોનીની આ પોસ્ટ બાદ ફેન્સ ટેન્શનમાં છે. વાસ્તવમાં કેટલાક યુઝર્સ સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે કે મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર તેની કેપ્ટનશીપ છોડી શકે છે. જો ધોની આવું કરશે તો તેનાથી ચેન્નાઈને નુકસાન થઈ શકે છે.

જણાવી દઈએ કે વર્ષ 2022માં મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નાઈની કપ્તાની રવિન્દ્ર જાડેજાને સોંપી હતી. જાડેજાની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. આ સ્થિતિમાં ક્રિકેટ ચાહકો ઈચ્છે છે કે મહેન્દ્ર સિંહ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ ચાલુ રાખે.

મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની પોસ્ટમાં નવી ભૂમિકા વિશે વાત કરી છે. ધોનીએ લખેલો આ શબ્દ ચાહકોને મૂંઝવણમાં મૂકે છે. ચાહકો સમજી શકતા નથી કે મહેન્દ્ર સિંહ ધોની ચેન્નાઈ માટે કઈ નવી ભૂમિકાની વાત કરી રહ્યો છે?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X