IPL 2024 : મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સ માટે ખુશખબર, ધુંઆધાર ખેલાડીની ટીમમાં એન્ટ્રી
આઈપીએલ શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી છે. આઈપીએલ શરૂ થાય તે પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સ માટે એક ખુશ ખબર આવ્યા છે.
મુંબઈ ઈન્ડિયન્સ આ વખતે નવા કેપ્ટન હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં મેદાન પર ઉતરશે. મુંબઈની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ સામે છે. હાર્દિક પંડ્યા મુંબઈને તેની જૂની ટીમ સામે જીત અપાવીને ટૂર્નામેન્ટની શાનદાર શરૂઆત કરવા ઈચ્છે છે.

IPLની શરૂઆત પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સને મોટો ફટકો પડ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જેસન બેહરેનડોર્ફ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માંથી બહાર થઈ ગયો છે.
જેસન બેહરનડોર્ફ ઈજાગ્રસ્ત છે જેના કારણે તે આઈપીએલમાં ભાગ લઈ શકશે નહીં. મુંબઈ ઈન્ડિયન્સે પણ જેસન બેહરનડોર્ફના સ્થાને ટીમમાં નવા ખેલાડીની જાહેરાત કરી છે.
ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર લ્યુક વૂડની મુંબઈની ટીમમાં એન્ટ્રી થઈ ગઈ છે. લ્યુક વૂડની આ પ્રથમ IPL સિઝન હશે. લ્યુક વુડ હજુ વધારે આંતરરાષ્ટ્રીય મેચો રમ્યો નથી. ઈંગ્લેન્ડ માટે તેણે બે વનડે અને પાંચ ટી20 મેચોમાં ભાગ લીધો છે. વનડેમાં તેના નામે એક વિકેટ છે. જ્યારે ટી-20માં તેણે 8 વિકેટ ઝડપી છે.
મુંબઈ ઈન્ડિયન્સના કોચ માર્ક બાઉચર અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ તાજેતરમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના કોચ માર્ક બાઉચર પાસેથી હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેણે આ સવાલ પર મૌન સેવ્યું. આ દરમિયાન હાર્દિક પંડ્યા પણ શાંતિથી બેઠો જોવા મળ્યો.












Click it and Unblock the Notifications
