IPL 2024: ગુજરાત ટાઈટન્સે શુભમન ગિલને બનાવ્યો કેપ્ટન, હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સમાં એન્ટ્રી
Ipl 2024 Gujarat Titans: ગુજરાત ટાઇટન્સ ટીમે IPL 2024 માટે તેના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. ભારતીય ટીમના યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલને ગુજરાત ટાઇટન્સનો નવો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. શુભમન ગિલ વર્ષ 2024 આઈપીએલમાં ગુજરાતની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.
શુભમન ગિલ પહેલા ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ હાર્દિક પંડ્યાના હાથમાં હતી. હાર્દિક પંડ્યાએ પોતાની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઇટન્સને એકવાર ચેમ્પિયન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે.

હાર્દિક પંડ્યા ટ્રેડ થયા બાદ મુંબઈ ઈન્ડિયનમાં ગયો છે. મુંબઈ ગયા બાદ ગુજરાત ટાઈટન્સ ટીમે શુભમન ગિલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. શુભમન ગિલ તેની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઈટન્સ માટે ટાઈટલ મેળવવા પ્રયાસ કરશે. છેલ્લા કેટલાક દિવસોથી હાર્દિક પંડ્યાને લઈને ચર્ચાઓનું વાતાવરણ ગરમાયું હતું પરંતુ સોમવાર 27 નવેમ્બરના રોજ, ગુજરાત ટાઈટલ ટીમે પુષ્ટિ કરી કે હાર્દિક પંડ્યા તેમની ટીમનો ભાગ નથી.
ગુજરાત ટાઇટન્સ ટીમને ચોક્કસપણે તેમના મેચ વિજેતા ખેલાડીની ખોટ સાલશે. હાર્દિક પંડ્યા બોલ અને બેટ બંનેથી ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. કેપ્ટન તરીકે તેનો રેકોર્ડ પણ શાનદાર રહ્યો છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઇટન્સ ટીમ એક વખત ટાઇટલ જીતવામાં સફળ રહી હતી અને બીજી વખત ફાઇનલમાં પહોંચી હતી. ગુજરાત ટાઇટન્સ ટીમ હવે હાર્દિક પંડ્યાના સ્થાને નવા ઓલરાઉન્ડરની શોધ કરશે.
બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં હાર્દિક પંડ્યાના આગમનથી ટીમની તાકાત વધી ગઈ છે. હાર્દિક પંડ્યા મિડલ ઓર્ડરમાં બેટિંગની સાથે બોલથી પણ અજાયબી કરશે. પંડ્યાએ તેની આઈપીએલ કારકિર્દીની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સથી કરી હતી. તે ફરી એકવાર મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે હાર્દિક પંડ્યા માટે મોટો ખર્ચ કર્યો છે. હાર્દિક પંડ્યાના મુંબઈ આવવાથી ટીમનું સંતુલન લાગી રહ્યુ છે.
𝐂𝐀𝐏𝐓𝐀𝐈𝐍 𝐆𝐈𝐋𝐋 🫡#AavaDe pic.twitter.com/tCizo2Wt2b
— Gujarat Titans (@gujarat_titans) November 27, 2023












Click it and Unblock the Notifications
