IPL 2024 : હાર્દિક પંડ્યાના આ નિર્ણયોએ મુંબઈ ઈન્ડિયન્સને ડુબાડી, એક નિર્ણય પર તો ફેન્સ ભડક્યા હતા
રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાનો નિર્ણય મુંબઈ ઈન્ડિયન્સને ભારે પડ્યો છે. મુંબઈ આઈપીએલમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારી ટીમ બની ગઈ છે.
મુંબઈ ઈન્ડિયન્સની નાવડી ડુબાડવામાં હાર્દિક પંડ્યાના કેટલાક નિર્ણયો જવાબદાર છે. તેણે લીધેલા આ નિર્ણયોએ મુંબઈને હારવા મજબુર કરી દીધી.

હાર્દિક પંડ્યા ફ્લોપ રહ્યો
મુંબઈ ઈન્ડિયન્સને હાર્દિક પંડ્યા પાસેથી ઘણી અપેક્ષા હતી. હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ સિઝનની સૌથી મજબૂત ટીમ દેખાતી હતી. પરંતુ ખેલાડીઓનું પ્રદર્શન અત્યાર સુધી કંઈ ખાસ રહ્યું નથી. જો કે, મુંબઈના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સદી ફટકારીને પોતાનું ફોર્મ બતાવ્યું. આમ છતાં તે ટીમને જીત તરફ લઈ જવામાં નિષ્ફળ રહ્યો.
આશ્ચર્યજનક નિર્ણય
હાર્દિક પંડ્યા દ્વારા લેવામાં આવેલા કેટલાક નિર્ણયોની ભારે ટીકા થઈ રહી છે. હાર્દિક પંડ્યાએ પહેલી જ મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે પોતાના નિર્ણયથી બધાને ચોંકાવી દીધા હતા. ગુજરાત ટાઇટન્સના અનુભવી બોલર રાશિદ ખાન સામે હાર્દિક પંડ્યાએ ટિમ ડેવિડને તેના સ્થાને મોકલ્યો. જ્યારે હાર્દિક પંડ્યા પોતે સ્પિનરો સામે સારા શોટ મારવા માટે જાણીતો છે.
બુમરાહને લાવવામાં વિલંબ
સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સ સામે 277 રનનો પર્વત જેવો ટાર્ગેટ આપ્યો હતો. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરી હતી. પહેલા સ્પેલમાં તેણે હૈદરાબાદના બેટ્સમેનોને બાંધી રાખ્યા હતા. આમ છતાં હાર્દિક પંડ્યાએ જસપ્રિત બુમરાહને બીજા સ્પેલમાં લાવવામાં ઘણો વિલંબ કર્યો, જેના કારણે હૈદરાબાદની ટીમે 12 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા.
બેટિંગમાં ફ્લોપ
આ સિઝનમાં હાર્દિક પંડ્યાની સ્ટ્રાઈક રેટ ઘણી ધીમી છે. હૈદરાબાદ સામે 277 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે હાર્દિક પંડ્યાએ ખૂબ જ ધીમી બેટિંગ કરી. જેના કારણે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થવું પડ્યું. આ મેચમાં હાર્દિક પંડ્યાએ માત્ર 24 રન બનાવ્યા.
આકાશ મઢવાલને બહાર કર્યો
યુવા ફાસ્ટ બોલર આકાશ મઢવાલ બોલ સાથે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આમ છતાં રાજસ્થાન રોયલ્સ સામે આકાશ મઢવાલને ટીમમાંથી બહાર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. હાર્દિક પંડ્યાએ રાજસ્થાન રોયલ્સ સામેની પ્લેઈંગ ઈલેવનમાં આકાશનો સમાવેશ ન કર્યો.
આકાશે આ સિઝનમાં પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. અગાઉ 22 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતી વખતે આકાશે રાજસ્થાન રોયલ્સ સામે માત્ર 20 રન જોઈને ત્રણ વિકેટ ઝડપી હતી. આમ છતાં તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. નેહર વાઢેરાને અડધી સિઝન માટે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો.












Click it and Unblock the Notifications
