IPL 2024 : આઈપીએલ ફાઈનલમાં વરસાદ વિલન બન્યો તો કોણ ટ્રોફી જીતશે? જાણો સમીકરણ અને નિયમ

આઈપીએલ 2024 માં હવે માત્ર 2 મુકાબલા બાકી છે. કોલકત્તા નાઈટ રાઈડર્સ ફાઈનલમાં પહોંચી ચુક્યુ છે. હવે રાજસ્થાન અને હૈદરાબાદમાંથી જે જીતશે તે ફાઈનલ રમશે.

આ ફાઈનલ પહેલા વરસાદને લઈને ચર્ચા થઈ થઈ રહી છે. ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે છે કે નહીં તે અત્યારે સ્પષ્ટ નથી. જો કે ગયા વર્ષે ફાઈનલ મેચ રિઝર્વ ડે પર પહોંચી હતી.

IPL 2024

આ સ્થિતીમાં કદાચ આ વખતે પણ આવી જ સ્થિતિ સર્જાશે તો રિઝર્વ દિવસનો ઉપયોગ કરવામાં આવશે. IPL 2024ની ફાઈનલ મેચ 26 મેના રોજ ચેન્નાઈમાં રમાવાની છે. જો તે દિવસે પરિણામ જાહેર નહીં થાય તો 27મી મેના રોજ ફાઈનલ રમાશે.

હવે ક્રિકેટ ફેન્સના મનમાં આ પ્રશ્ન ચોક્કસપણે હશે કે જો વરસાદને કારણે ક્વોલિફાયર-2 કે ફાઈનલ મેચમાં વિક્ષેપ પડે અથવા અન્ય કોઈ કારણોસર મેચ યોજવામાં ન આવે તો પરિણામ કેવી રીતે આવશે?

આ પ્રશ્ન એટલા માટે પણ જરૂરી છે કારણ કે ગ્રુપ સ્ટેજની બે મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ છે. 13 મેના રોજ ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ પછી 16 મેના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ પણ વરસાદને કારણે અનિર્ણિત રહી હતી.

મેચ રદ્દ થશે તો વિજેતા કોણ?
IPLની પ્લેઇંગ કન્ડીશન મુજબ જો ક્વોલિફાયર-2 દરમિયાન વરસાદ પડે છે તો અમ્પાયર 5-5 ઓવરની મેચનું સંચાલન કરવાનો પ્રયાસ કરશે. જો આ પણ શક્ય ન બને તો સુપર ઓવરની મદદથી પરિણામ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. જો સુપર ઓવર પણ શક્ય ન બને તો મેચ રદ્દ ગણવામાં આવશે.

આ સ્થિતિમાં પોઇન્ટ ટેબલ મુજબ વિજેતા જાહેર કરવામાં આવશે. એટલે કે ગ્રુપ સ્ટેજ પછી જે ટીમ અંતિમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર હશે તેને વિજેતા જાહેર કરવામાં આવશે. એટલે કે હૈદરાબાદ આ ક્વોલિફાયર-2માં વિજેતા બનશે કારણ કે તે બીજા ક્રમે હતું.

જો કે, ફાઈનલ માટેના નિયમો થોડા અલગ હશે. આઈપીએલ ફાઈનલનું સમીકરણ પણ જાણી લેવુ જરૂરી છે.

ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે છે કે નહીં તે અત્યારે સ્પષ્ટ નથી. જો કે ગયા વર્ષે ફાઈનલ મેચ રિઝર્વ ડે પર પહોંચી હતી. રિઝર્વ ડે પર, મેચ જ્યાંથી અટકી હશે ત્યાંથી શરૂ થશે.

જો વરસાદ રિઝર્વ ડેમાં પણ વિક્ષેપ પાડે છે અને નિયમિત સમયમાં ઓછામાં ઓછી 5-5 ઓવર રમી શકાશે નહીં તો IPLનો વિજેતા સુપર ઓવર દ્વારા નક્કી કરવામાં આવશે. જો ફાઈનલ મેચમાં પણ સુપર ઓવર શક્ય ન હોય તો અહીં પણ પોઈન્ટ ટેબલના આધારે વિજેતા નક્કી કરવામાં આવશે.

ચેન્નાઈના હવામાનની પેટર્ન વિશે વાત કરીએ તો એક્વાડોર અનુસાર, ત્યાં 24 અને 26 મેના રોજ વરસાદની સંભાવના ઓછી છે. અહીં 24મી મેના રોજ વરસાદની સંભાવના માત્ર 5 ટકા છે, જ્યારે 26મીએ માત્ર 4 ટકા છે.

અહીં અંતિમ દિવસે એટલે કે 26મી મેના રોજ મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X