IPL 2024 : KKR એ આઈપીએલ પહેલા ટીમમાં મોટા ફેરફાર કર્યા, આ શ્રીલંકન ખેલાડીની એન્ટ્રી
આઈપીએલની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે. કોલકત્તાની ટીમે ટીમમાં કેટલાક ફેરફાર કર્યા છે.
KKR એ હાલમાં જ ટીમમાં રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે. ગુસ એટકિન્સનના સ્થાને શ્રીલંકાના ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. KKRએ એક નિવેદન જારી કરીને આ સમાચારની પુષ્ટિ કરી છે.

KKR એ જણાવ્યુ કે, શ્રીલંકાના ખેલાડી દુષ્મંથા ચમીરાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે અને તેને 50 લાખ રૂપિયાની મૂળ કિંમત સાથે ટીમમાં સામેલ કરાયો છે. ચમીરાને આઈપીએલમાં રમવાનો ઘણો અનુભવ છે અને તેણે ત્રણ ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું છે.
આ પહેલા તે રાજસ્થાન રોયલ્સ અને આરસીબીમાં હતો. તે છેલ્લે 2022માં આઈપીએલમાં રમ્યો હતો. તે સમયે લખનૌ સુપર જાયન્ટ્સે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. હવે ફરી એકવાર તેને IPLમાં પોતાની પ્રતિભા બતાવવાનો મોકો મળ્યો છે.
કેકેઆરએ ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી હરાજીમાં એટકિન્સનને ખરીદ્યો હતો. 1 કરોડની મૂળ કિંમતમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એટકિન્સનને પણ આઈપીએલમાં રમવાનો કોઈ અનુભવ નથી. હરાજી દરમિયાન ચમીરાને 50 લાખ રૂપિયાની મૂળ કિંમતમાં કોઈ ખરીદનાર મળ્યુ નહોતુ.
ઈજાના કારણે થોડા સમય માટે શ્રીલંકાની ટીમમાંથી બહાર રહ્યા બાદ ચમીરા ફરીથી રમવા માટે તૈયાર છે. તાજેતરમાં તે UAEમાં યોજાયેલી T20 લીગમાં રમ્યો હતો. આ સિવાય તેને અફઘાનિસ્તાન વિરૂદ્ધ શ્રીલંકન ટીમ તરફથી રમવાની તક પણ મળી હતી. આ કારણથી KKRએ તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.












Click it and Unblock the Notifications
