IPLમાં આજે કોની મેચ? બપોરે પંજાબ સામે દિલ્હી, તો સાંજે કોલકત્તા સાથે ટકરાશે હૈદરાબાદ
IPL ma aje koni match - IPL 2024, PBKS vs DC, KKR vs SRH : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં 17મી સિઝનનો પ્રથમ ડબલ હેડર આજે એટલે કે 23 માર્ચે રમાશે, એટલે કે એક દિવસમાં બે મેચ રમાશે.
IPL 2024માં શનિવારના રોજની પ્રથમ મેચ પંજાબ કિંગ્સ (PBKS) vs દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે બપોરે 3:30 કલાકે રમાશે, જ્યારે બીજી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે 7:30 કલાકે રમાશે.
પંજાબ સામે ટકરાશે દિલ્હી - પંજાબ કિંગ્સ IPL 2024માં દિલ્હી કેપિટલ્સ સામેની મેચથી તેની સફર શરૂ કરવા માટે તૈયાર છે. PBKS vs DC એ IPL 2024 ની બીજી મેચ છે, જે શનિવાર, 23 માર્ચના રોજ બપોરે 3:00 પર મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, મુલ્લાનપુર, ચંદીગઢ ખાતે રમાશે. IPL 2024માં શિખર ધવન પંજાબ કિંગ્સનું નેતૃત્વ કરી રહ્યો છે. જ્યારે રિષભ પંત દિલ્હીની કમાન સંભાળી રહ્યો છે.

બીજી મેચ કોલકાતા અને હૈદરાબાદ રમશે - ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024) ની ત્રીજી મેચ અને આજની બીજી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નો સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સાથે મુકાબલો કરશે. આ મેચ 23 માર્ચના રોજ ઈડન ગાર્ડન્સમાં સાંજે 7.30 કલાકથી રમાશે. કોલકાતાનું સુકાની શ્રેયસ અય્યર કરી રહ્યો છે, જ્યારે સનરાઇઝર્સની કમાન પેટ કમિન્સને સોંપવામાં આવી છે.
દિલ્હી કેપિટલ્સ સંપૂર્ણ ટીમ 2024 - ઋષભ પંત (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલ, કુમાર કુશાગ્ર, રિકી ભુઈ, શાઈ હોપ, પૃથ્વી શો, હેરી બ્રુક, યશ ધૂલ, સ્વસ્તિક ચિકારા, ડેવિડ વોર્નર, પ્રવીણ દુબે, અક્ષર પટેલ, મિશેલ માર્શ, લલિત યાદવ, વિકી ઓસ્તવાલ, સુમિત કુમાર, એનરિક નોર્ટજે, મુકેશ કુમાર, ખલીલ અહેમદ, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, જેક ફ્રેઝર-મેકગર્ક, જ્યે રિચર્ડસન, રસિક સાલેમ.
પંજાબ કિંગ્સ સંપૂર્ણ ટીમ 2024 - શિખર ધવન (કેપ્ટન), હરપ્રીત ભાટિયા, રિલે રોસો, શશાંક સિંઘ, જોની બેરસ્ટો, પ્રભસિમરન સિંહ, જીતેશ શર્મા, લિયામ લિવિંગસ્ટોન, અથર્વ તાયડે, ઋષિ ધવન, સેમ કુરન, સિકંદર રઝા, શિવમ સિંહ, ક્રિસ વો, આશુતોષ શર્મા, વિશ્વનાથ સિંહ, તનય થિયાગરાજન, હર્ષલ પટેલ, હરપ્રીત બ્રાર, અર્શદીપ સિંહ, કાગીસો રબાડા, નાથન એલિસ, રાહુલ ચાહર, વિદ્યાથ કવેરપ્પા અને પ્રિન્સ ચૌધરી.
સનરાઈઝર્સ હૈદરાબાદની સંપૂર્ણ ટીમ 2024 - પેટ કમિન્સ (કેપ્ટન), અબ્દુલ સમદ, અભિષેક શર્મા, એડન માર્કરામ, માર્કો જોહ્ન્સન, રાહુલ ત્રિપાઠી, વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, સનવીર સિંહ, હેનરિક ક્લાસેન, ભુવનેશ્વર કુમાર, મયંક અગ્રવાલ, ટી. નટરાજન, અનમોલ પ્રીત સિંહ, મયંક માર્કંડે, ઉપેન્દ્ર સિંહ યાદવ, ઉમરાન મલિક, નીતિશ કુમાર રેડ્ડી, ફઝલહક ફારૂકી, શાહબાઝ અહેમદ, ટ્રેવિસ હેડ, વાનિન્દુ હસરંગા, જયદેવ ઉનડકટ, આકાશ સિંહ અને જાથવેદ સુબ્રમણ્યન.
કોલકાતા નાઈટ રાઈડર્સની સંપૂર્ણ ટીમ 2024 - નીતિશ રાણા, રિંકુ સિંઘ, રહેમાનુલ્લા ગુરબાઝ, શ્રેયસ ઐયર (કેપ્ટન), ફિલ સોલ્ટ, સુનિલ નારાયણ, સુયશ શર્મા, અનુકુલ રોય, આન્દ્રે રસેલ, વેંકટેશ ઐયર, હર્ષિત રાણા, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, કેએસ ભરત, ચેતન સાકરીયા, મિશેલ સ્ટાર્ક, અંગક્રિશ રઘુવંશી, રમનદીપ સિંહ, શેરફેન રધરફોર્ડ, મનીષ પાંડે, મુજીબ ઉર રહેમાન, દુષ્મંથા ચમીરા, સાકિબ હુસૈન.












Click it and Unblock the Notifications
