માહી માર રહા હે...Dhoni આજે પણ છે 'બેસ્ટ ફિનિશર', લગાવી છક્કાની હેટ્રિક, 42ની ઉંમરમાં જલવો યથાવત
IPL 2024 Mumbai Indians vs Chennai Super Kings: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ મુંબઈ ઈન્ડિયન્સ સામે વિસ્ફોટક બેટિંગ કરી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સને મેચ જીતવા માટે 207 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
42 વર્ષની ઉંમરે ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એકદમ ફિટ દેખાય છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે છેલ્લી ઓવરમાં મહેન્દ્ર સિંહ ધોનીએ માત્ર ચાર બોલમાં 20 રનની અણનમ ઈનિંગ રમી હતી. જેના કારણે ચેન્નાઈની ટીમ 200થી વધુ રન બનાવવામાં સફળ રહી હતી.

છેલ્લી ઓવરમાં હાર્દિક પંડ્યા મુંબઈ તરફથી બોલિંગ કરવા આવ્યો હતો અને મહેન્દ્ર સિંહ ધોનીએ હાર્દિક પંડ્યાની ઓવરમાં સિક્સર ફટકારી હતી. મહેન્દ્ર સિંહ ધોની જ્યારે બેટિંગ કરવા મેદાન પર આવ્યો ત્યારે ઈનિંગમાં માત્ર ચાર બોલ બાકી હતા.
મહેન્દ્ર સિંહ ધોનીએ આવતાની સાથે જ પ્રથમ બોલ પર સિક્સર ફટકારી હતી. આ પછી સતત બે બોલમાં ધોનીના બેટમાંથી વધુ બે સિક્સર આવી. હાર્દિક પંડ્યાની ઓવરમાં હેટ્રિક સિક્સર ફટકારનાર મહેન્દ્ર સિંહ ધોનીએ તેની IPL કરિયરના 5000 રન પણ પૂરા કર્યા. મહેન્દ્ર સિંહ ધોનીની આ ઇનિંગ બાદ ફેન્સ પણ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ચેન્નાઈ સુપર કિંગ્સની વાત કરીએ તો આ મેચમાં અજિંક્ય રહાણેએ ઇનિંગની શરૂઆત કરી હતી. પરંતુ રહાણે કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે માત્ર પાંચ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જોકે ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે ફરી એકવાર શાનદાર બેટિંગ કરી હતી. ઋતુરાજ ગાયકવાડ અને શિવમ દુબે વચ્ચે ત્રીજી વિકેટ માટે 90 રનની ભાગીદારી થઈ હતી. ઋતુરાજ ગાયકવાડે 40 બોલમાં 69 રન ફટકારીને ટીમને સંભાળવાનું કામ કર્યું હતું.
My dear Thala! ⬅️⬇️➡️ 🦁 👑 #MIvCSK #WhistlePodu 🦁💛
— Chennai Super Kings (@ChennaiIPL) April 14, 2024
pic.twitter.com/Hn3Kg2c4HW












Click it and Unblock the Notifications
