IPL 2024 : રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સમાંથી એક્ઝીટ? આ ટીમમાં જોડાઈ શકે

હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવાયા બાદ મુંબઈ ઈન્ડિયન્સની પતૌની બેઠી છે. ટીમ અત્યારસુધીમાં એક પણ મેચ જીતી શકી નથી. હવે અહેવાલો આવી રહ્યા છે કે રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન છોડી શકે છે.

ટીમના કેપ્ટન બદલાયા બાદ મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન આ સિઝનમાં અત્યાર સુધી ખરાબ રહ્યું છે. મુંબઈને અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચોમાંથી એક મેચ હોમ સ્ટેડિયમ વાનખેડેમાં રમાઈ હતી. હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ સારી નથી રહી.

IPL 2024

કેપ્ટનશિપ ઉપરાંત મેદાન પર હાર્દિક પંડ્યાનું વર્તન ચાહકોને પસંદ નથી આવ્યુ. અહેવાલો સામે આવી રહ્યા છે કે સીઝનની મધ્યમાં હાર્દિકને કેપ્ટન્સીમાંથી હટાવી દેવામાં આવશે અને કમાન રોહિતને સોંપવામાં આવશે.

જો કે મુંબઈ ઈન્ડિયન્સ મેનેજમેન્ટ હાર્દિકને કેપ્ટનશિપ પરથી હટાવવાનો નિર્ણય લઈ શકે તેમ દેખાતુ નથી. બીજી તરફ રોહિત શર્માને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.

અહેવાલો પર વિશ્વાસ કરીએ તો, રોહિત શર્માની સફર હવે મુંબઈ ઈન્ડિયન્સ સાથે સમાપ્ત થવા જઈ રહી છે. રોહિત શર્મા 2011થી મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં છે.

અહેવાલો અનુસાર, રોહિત શર્મા હાર્દિકની કેપ્ટનશિપથી ખુશ નથી. આ કારણે ડ્રેસિંગ રૂમમાં મોટી બબાલ થઈ છે. મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન ખરાબ થઈ રહ્યું છે. કેટલાક નિર્ણયોને લઈને બંને વચ્ચેની દલીલોને કારણે ટીમનું વાતાવરણ પણ સારું નથી રહ્યું.

ગુજરાત સામેની મુંબઈની મેચમાં સંકલનનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. હાર્દિક પંડ્યા ગુસ્સામાં રોહિત શર્માને બાઉન્ડ્રી તરફ મોકલતો જોવા મળ્યો. રોહિત શર્મા બાઉન્ડ્રી લાઇન પર ગયો પણ હતો.

આ પછી આ વીડિયો વાયરલ થયો અને હાર્દિકને ફેન્સ દ્વારા ટ્રોલ કરવામાં આવ્યો. એવા અહેવાલો પણ ચાલી રહ્યા છે કે રોહિત શર્મા આગામી સિઝનમાં KKR તરફથી રમી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X