IPL 2024 : આ ચાર ટીમોનું આઈપીએલ પ્લેઓફ રમવુ લગભગ નક્કી, જાણો લેટેસ્ટ સમીકરણ
આઈપીએલ હવે અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. પ્લેઓફનું ચિત્ર ધીરે ધીરે સાફ થઈ રહ્યું છે. આ સ્થિતીમાં કેટલીક એવી ટીમો છે જે લગભગ પ્લેઓફ રમશે તે નક્કી મનાય છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પંજાબ કિંગ્સની જીત બાદ પ્લેઓફની રેસ રસપ્રદ બની. જો કે પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ હજુ પણ ટોપ પર છે.

સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ 9 મેચમાં 16 પોઈન્ટ સાથે ટોચ પર છે. પ્લેઓફની રેસમાં રાજસ્થાન રોયલ્સ સૌથી આગળ છે. આ ટીમ પ્લેઓફમાં રમશે તે લગભગ નિશ્ચિત છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ 9 મેચમાં 12 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. અત્યાર સુધીમાં KKR 6 મેચ જીતી ચૂક્યું છે. જ્યારે ટીમને 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સિવાય લખનૌ સુપર જાયન્ટ્સના 10 મેચમાં 12 પોઈન્ટ છે.
આ પછી પોઈન્ટ ટેબલ ખૂબ જ રસપ્રદ છે.ચોથા સ્થાને રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સ, પાંચમા સ્થાને આવેલી સનરાઈઝર્સ હૈદરાબાદ અને છઠ્ઠા સ્થાને રહેલી દિલ્હી કેપિટલ્સ પાસે 10-10 પોઈન્ટ છે. જો કે, સારા નેટ રન રેટને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ ચોથા સ્થાને યથાવત છે.
સાતમા ક્રમની પંજાબ કિંગ્સ અને આઠમા ક્રમની ગુજરાત ટાઈટન્સના 8-8 પોઈન્ટ છે. આ પછી હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ 10 મેચમાં 6 પોઈન્ટ સાથે નવમા સ્થાને છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 10 મેચમાં 6 પોઈન્ટ સાથે દસમા સ્થાને છે.
વર્તમાન પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો રાજસ્થાન રોયલ્સ પ્લેઓફ રમશે તે લગભગ નિશ્ચિત છે. આ સિવાય કોલકાતા નાઈટ રાઈડર્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ પ્રબળ દાવેદાર છે.












Click it and Unblock the Notifications
