IPL 2024 : આઈપીએલમાં આ વર્ષે મોંઘા ખેલાડીઓ પર ભારે પડ્યા અનકેપ્ડ ખેલાડીઓ, આ ખેલાડીઓ સ્ટાર બનીને સામે આવ્યા

આઈપીએલની આ સિઝન ઘણા અનકેપ્ડ ખેલાડીઓના નામે રહી તેમ કહીએ તો પણ ખોટુ નથી. એક તરફ કરોડોમાં વેચાયેલા ખેલાડીઓ ફ્લોપ રહ્યા તો બીજી તરફ અનકેપ્ડ ખેલાડીઓની બોલબાલા રહી.

IPL 2024 ઘણા ખેલાડીઓ સ્ટાર બનીને સામે આવ્યા. તેમના પ્રદર્શને ભારત જ નહીં દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓનું ધ્યાન તેના તરફ ખેંચ્યુ. આ ખેલાડીઓ તેમની ફ્રેન્ચાઇઝી માટે મેચ વિનર સાબિત થયા.

upcaped player

રિયાન પરાગ
ઓરેન્જ કેપની રેસમાં રિયાન પરાગ ટોપ ફોરમાં છે. રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા રિયાને આ સિઝનમાં અત્યાર સુધીમાં 13 મેચ રમી છે. આ 13 મેચોમાં રિયાન પરાગે 152.59ના સ્ટ્રાઈક રેટથી 531 રન બનાવ્યા છે. તેણે આ સિઝનમાં અત્યાર સુધીમાં ચાર અડધી સદી પણ ફટકારી છે.

તુષાર દેશપાંડે
ચેન્નાઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેએ પોતાની બોલિંગથી શાનદાર પ્રદર્શન કર્યું છે. તુષારે 12 મેચમાં 8.52ની ઇકોનોમીથી 375 રન આપીને 16 વિકેટ લીધી છે. આ સિઝનમાં તેનો સર્વશ્રેષ્ઠ વિકેટનો આંકડો 27 રનમાં 4 વિકેટ છે.

અભિષેક શર્મા
સનરાઇઝર્સ હૈદરાબાદના ઓલરાઉન્ડર અભિષેક શર્માએ આ સિઝનમાં 12 મેચ રમી છે. આ 12 મેચોમાં અભિષેકે 205.64ના સ્ટ્રાઈક રેટથી 401 રન બનાવ્યા છે. આ સિઝનમાં તેણે બે અડધી સદી પણ ફટકારી છે.

હર્ષિત રાણા
કોલકાતા નાઈટ રાઈડર્સના ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ પણ પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. હર્ષિતે આ સિઝનમાં 10 મેચમાં 9.72ની ઈકોનોમી સાથે 332 રન આપીને 16 વિકેટ લીધી છે. તેનો સર્વશ્રેષ્ઠ વિકેટ આંકડો 24 રનમાં 3 વિકેટ છે.

શશાંક સિંહ
પંજાબ કિંગ્સે શશાંક સિંહને 20 લાખ રૂપિયામાં પોતાની ફ્રેન્ચાઈઝીમાં સામેલ કર્યા હતા. પરંતુ શશાંકે પોતાની બેટિંગથી પોતાની ખાસ ઓળખ બનાવી. શશાંક સિંહે આ સિઝનમાં 13 મેચ રમી છે. આ 13 મેચોમાં તેણે 166.82ની સ્ટ્રાઈક રેટથી 352 રન બનાવ્યા છે. આ સિઝનમાં શશાંક સિંહે બે અડધી સદી ફટકારી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X