IPL 2024 : આ સ્ટાર ક્રિકેટરે મુસ્લિમ પત્ની સાથે બે વખત કર્યા છે લગ્ન, જાણો પુરી લવ સ્ટોરી
આઈપીએલની શરૂઆત ચેન્નાઈ અને આરસીબી વચ્ચેના મુકાબલાથી થઈ અને પહેલા મુકાબલામાં જ ચેન્નાઈએ આરસીબીને હરાવી દીધુ. આ મુકાબલમાં શિવમ દુબેએ મહત્વની 38 રનની ઈનિંગ રમી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સની જીતનો હીરો બનેલા શિવમ દુબે સિક્સર કિંગ તરીકે જાણીતો છે. ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટના હીરો કહેવાતા શિવમ દુબેનો જન્મ 26 જૂન 1993ના રોજ મુંબઈમાં થયો છે.

મુંબઈ ટીમ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમનાર શિવમને વિસ્ફોટક ઓલરાઉન્ડર કહેવામાં આવે છે. ટીમનો આક્રમક ખેલાડી શિવમ ડાબોડી બેટ્સમેન છે પરંતુ તે જમણા હાથથી બોલિંગ કરે છે.
શિવમનો જન્મ અને ઉછેર ભલે મુંબઈમાં થયો હોય પરંતુ તેના મૂળ યુપીના ભદોહી જિલ્લાના છે, હકીકતમાં તેનો પરિવાર ભદોહીનો છે. તેના પિતાનું નામ રાજેશ દુબે છે, જે જીન્સનો બિઝનેસ કરે છે. મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલા શિવમને બાળપણથી જ ક્રિકેટનો શોખ હતો.
માત્ર ચાર વર્ષની ઉંમરથી ક્રિકેટ રમી રહેલા શિવમે 17 વર્ષની ઉંમરે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈ માટે ટી20 ડેબ્યૂ કર્યું હતું.
શિવમ આઈપીએલની ત્રણ ટીમનો ભાગ રહી ચૂક્યો છે
શિવમ આઈપીએલની ત્રણ ટીમનો ભાગ રહી ચૂક્યો છે. વર્ષ 2019માં તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પછી વર્ષ 2021 માં તેને રાજસ્થાન રોયલ્સ (RR) એ 4.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો આ પછી 2022 માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ શિવમ દુબેને 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો અને ત્યારથી તે CSK સાથે છે.
શિવમ દુબેએ ટીમ ઈન્ડિયામાં બાંગ્લાદેશ સામેની T20 શ્રેણી માટે ડેબ્યૂ કર્યું અને તે પછી તેણે 2019માં જ ચેન્નાઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે તેની પ્રથમ વનડે રમી હતી. તેની ક્રિકેટ લાઈફની જેમ તેની લવ લાઈફ પણ ઘણી ચર્ચામાં છે. તેણે એક જ છોકરી સાથે બે વાર લગ્ન કર્યા છે. જા શિવમની પત્નીનું નામ અંજુમ ખાન છે અને તે મુસ્લિમ છે.
બંનેએ વર્ષ 2021માં લગ્ન કર્યા છે
શિવમ અને અંજુમ લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યા હતા પરંતુ કરિયના કારણે બંનેએ ક્યારેય તેમના સંબંધોને જાહેર ન કર્યા. ક્રિકેટની દુનિયામાં સ્થાપિત થયા બાદ બંનેએ પોતાના સંબંધોનો ખુલાસો કર્યો હતો.
ધર્મના કારણે બંનેને એક થવા મોટી મુશ્કેલી પડી
જો કે બંને માટે ધર્મના કારણે એક થવું ખૂબ જ મુશ્કેલ હતું, તેમ છતાં બંનેએ હિંમત એકઠી કરી અને તેમના પ્રેમ સંબંધ વિશે તેમના પરિવારના સભ્યોને જણાવ્યું પરંતુ પરિવારના સભ્યોએ તેમના પ્રેમને મહત્વ આપ્યું અને લગ્ન માટે તૈયાર થઈ ગયા. બન્નેએ વર્ષ 2021 માં લગ્ન કર્યા.
હિંદુ અને મુસ્લિમ બંને રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા
શિવમ અને અંજુમે હિંદુ અને મુસ્લિમ બંને રીતિ-રિવાજો અનુસાર લગ્ન કર્યા, પહેલા તેમણે હિંદુ રીતિ-રિવાજો અનુસાર સાત ફેરા લીધા અને પછી નિકાહ પઢ્યા. આજે બંને પરફેક્ટ કપલ કહેવાય છે. લગ્નના એક વર્ષ પછી બંને માતા-પિતા બન્યા, આ ક્યૂટ કપલને લગ્નજીવનથી એક પુત્ર છે.
જણાવી દઈએ કે અંજુમ ખાન પણ યુપીની રહેવાસી છે અને સુંદરતામાં અભિનેત્રીઓને ટક્કર આપે છે. શિવમની બેગમ બનતા પહેલા તેણે ઘણા ટીવી શો અને મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે, તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો











Click it and Unblock the Notifications
