IPL 2024 Today's Match: આઈપીએલમાં આજે કોની વચ્ચે મેચ છે - સનરાઈઝર્સ હૈદરાબાદ vs મુંબઈ ઈન્ડિયન્સ
Today's IPL Match, SRH vs MI: સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) આજે 27 માર્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે IPL 2024માં તેમની બીજી મેચ રમવાના છે. બંને ટીમો વચ્ચેની આ હાઈ-વોલ્ટેજ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.
બંને ટીમોએ IPL 2024માં પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી નથી. SRH તેમની પ્રથમ મેચ KKR સામે માત્ર ચાર રનથી હારી ગયું હતું. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત ટાઇટન્સ સામે તેની પ્રથમ મેચ માત્ર છ રનથી હારી ગઈ હતી.

મુંબઈ ઈન્ડિયન્સ 2013થી IPLમાં તેની તમામ શરૂઆતી મેચો હારી રહી છે. 2024માં પણ આમ જ થયુ કારણ કે તેઓ ગુજરાત ટાઈટન્સ સામે હારી ગયા હતા. જો કે, આ એ જ ટીમ છે જેઓ લીગમાં તેમની પાંચેય ટ્રોફી જીતવામાં સફળ રહી છે. તેમની લાઇનઅપમાં કેટલાક અનુભવી ખેલાડીઓ છે.
બેટિંગ માટે તેમની પાસે રોહિત શર્મા, ઇશાન કિશન, ડેવાલ્ડ બ્રેવિસ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, ટિમ ડેવિડ અને અન્ય ખેલાડીઓ છે. બોલિંગ માટે તેમની પાસે જસપ્રિત બુમરાહ, ગેરાલ્ડ કોએત્ઝી, પીયૂષ ચાવલા અને અન્ય જેવા ખેલાડીઓ છે.
SRHનું પ્રદર્શન IPLની છેલ્લી કેટલીક સીઝનમાં સારું રહ્યું નથી. છેલ્લી ત્રણ સિઝનમાં, સનરાઈઝર્સ હૈદરાબાદ ટેબલમાં સૌથી નીચે છે. 2021 અને 2023ની બે સિઝનમાં તેઓ લીગની સૌથી ખરાબ ટીમ હતી. ખેલાડીઓની ગુણવત્તાને જોતાં, તેમની પાસે 2024માં સ્થિતિને પલટાવાની સારી તક છે. તેમની લાઇનઅપમાં પેટ કમિન્સ, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, મયંક અગ્રવાલ, ભુવનેશ્વર કુમાર, માર્કો જેન્સન, ટી નટરાજન અને અન્ય જેવા ખેલાડીઓ છે.
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમઃ મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, માર્કો જોન્સન, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, મયંક માર્કન્ડે, ટી નટરાજન, ટ્રેવિસ હેડ, ગ્લેન ફિલિપ્સ, વૉશિંગ્ટન સુંદર, જયદેવ ઉનડકટ, અનમોલપ્રીત સિંહ, ઉપેન્દ્ર યાદવ, ફઝલહક ફારૂકી, ઉમરાન મલિક, ઝટવેધ સુબ્રમણ્યમ, સનવીર સિંહ, આકાશ મહારાજ સિંહ, નીતિશ રેડ્ડી.
મુંબઈ ઈન્ડિયન્સ ટીમઃ ઈશાન કિશન (વિકેટકીપર), રોહિત શર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, તિલક વર્મા, ટિમ ડેવિડ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), શમ્સ મુલાની, ગેરાલ્ડ કોએત્ઝી, પીયૂષ ચાવલા, જસપ્રિત બુમરાહ, લ્યુક વુડ, નમન ધીર, રોમારિયો શેફર્ડ, મોહમ્મદ નબી, શ્રેયસ ગોપાલ, વિષ્ણુ વિનોદ, અર્જુન તેંડુલકર, નેહલ વાઢેરા, કુમાર કાર્તિકેય, શિવાલિક શર્મા, અંશુલ કંબોજ, આકાશ માધવાલ, નુવાન તુશારા, ક્વેના મફાકા.












Click it and Unblock the Notifications
