IPL 2024 : કોણ છે ફિલ સોલ્ટની પ્રેમિકા એબી મૈક્લવેન? ખુબસૂરતી જોઈને તમે પણ દિવાના થઈ જશો
કોલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી આઈપીએલ રમી રહેલો ફિલ સોલ્ટ તેના પ્રદર્શનથી લોકોના દિલ જીતી રહ્યો છે. સોલ્ટ માત્ર ક્રિકેટ જ નહીં તેની લવ લાઈફને લઈને પણ ચર્ચામાં છે.
ફિલ સોલ્ટની વાત કરીએ તો સોલ્ટ IPLની છેલ્લી સિઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતો જોવા મળ્યો હતો. પરંતુ આ સિઝન માટે દિલ્હીની ટીમ દ્વારા સોલ્ટ રિલીઝ કરવામાં આવ્યો.

આઈપીએલ મીની હરાજી દરમિયાન કોઈ પણ ટીમે ફિલ સોલ્ટ ખરીદવામાં રસ દાખવ્યો ન હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે જેસન રોયના સ્થાને ફિલ સોલ્ટનો સમાવેશ કર્યો.
ફિલ સોલ્ટનો લેડી લવ
ફિલ સોલ્ટની ગર્લફ્રેન્ડનું નામ એબી મૈક્લવેન છે. સોલ્ટ 2020 થી એબી મૈક્લવેનને ડેટ કરી રહ્યો છે. સોલ્ટ અને એબી મૈક્લવેન વર્ષ 2020માં પ્રથમ વખત મળ્યા હતા. ત્યારથી તેઓ સતત સાથે છે. સોલ્ટની ગર્લફ્રેન્ડ એબીને મુસાફરી કરવી ગમે છે.
તે અવારનવાર સોલ્ટ સાથે વિદેશ પ્રવાસ પર જોવા મળે છે. તે સુંદરતામાં બોલિવૂડની ઘણી અભિનેત્રીઓને માત આપી રહી છે.
જણાવી દઈએ કે, ફિલ સોલ્ટ કોલકાતા નાઈટ રાઈડર્સની લખનૌ સુપરજાયન્ટ્સ સામે હોમ ગ્રાઉન્ડ પર જીતનો હિરો રહ્યો. લખનૌ સુપરજાયન્ટ્સ સામે 8 વિકેટે હાર્યા બાદ કોલકાતા નાઈટ રાઈડર્સ ફરી જીતના પાટે ચડી છે.
કોલકાતા નાઈટ રાઈડર્સને તેની છેલ્લી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ કોલકાતાની ટીમે લખનૌ સામે જોરદાર પ્રદર્શન કર્યું હતું.
કોલકાતા નાઈટ રાઈડર્સની આ જીતનો હીરો વિકેટકીપર બેટ્સમેન ફિલ સોલ્ટ રહ્યો હતો. ફિલ સોલ્ટે માત્ર 47 બોલમાં 89 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 14 ચોગ્ગા અને ત્રણ છગ્ગા પણ આવ્યા હતા.












Click it and Unblock the Notifications
