IPL 2024 : કોણ છે રોહિત-બુમરાહ અને MI ના ખેલાડીઓ સાથે જોવા મળેલી મિસ્ટ્રી ગર્લ? જાણો કેમ વાયરલ થઈ રહી છે?
આઈપીએલ શરૂ થતા જ સોશિયલ મીડિયા પર વિવિધ મિસ્ટ્રી ગર્લ વાયરલ થાય છે. આ વખતે પણ આ સિલસિલો શરૂ થયો છે. હાલમાં એક મિસ્ટ્રી ગર્લ સોશિયલ મીડિયા પર છવાઈ છે.
એક તરફ મુંબઈ ઈન્ડિયન્સને અત્યાર સુધી રમાયેલી બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં એક મહિલા MI ખેલાડીઓ સાથે જોવા મળી રહી છે.

મુંબઈના ફેન્સ આ મહિલા વિશે જાણવા ઉત્સુક છે. રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા સાથે જોવા મળેલી આ મિસ્ટ્રી ગર્લ કોણ છે તે દરેક વ્યક્તિ જાણવા માંગે છે.
આ મહિલાનું નામ સેજલ જયસ્વાલ છે. તેણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક રીલ શેર કરી છે. આમાં તે મુંબઈ ઈન્ડિયન્સના તમામ ખેલાડીઓ સાથે ફ્લાઈટમાં જોવા મળે છે. ક્યારેક સેજલ રોહિત શર્મા સાથે જોવા મળે છે તો ક્યારેક તે ટીમના બોલિંગ કોચ લસિથ મલિંગા સાથે તસવીરો ક્લિક કરતી જોવા મળે છે.
આ રીલમાં ટિમ ડેવિડ, પીયૂષ ચાવલા, તિલક વર્મા સહિત તમામ MI ખેલાડીઓ સામેલ છે. આ પોસ્ટ પર ફેન્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે.
સેજલ જયસ્વાલ એક અભિનેત્રી છે. આ પહેલા તે ફિઝિયોથેરાપિસ્ટ રહી ચૂકી છે. તે દિલ માંગે મોર અને ડેટિંગ ઇન ડાર્ક જેવી ટીવી સીરિયલ્સમાં જોવા મળી છે. 19 વર્ષની ઉંમરે તેણીએ મોડલિંગમાં ઝંપલાવ્યુ હતું. તસવીરો પરથી અંદાજ લગાવી શકાય છે કે તે મુંબઈ ઈન્ડિયન્સની મોટી ફેન છે.
જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં મુંબઈએ IPL 2024 ની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ સામે રમી હતી જેમાં MI છ રનથી હારી. આ પછી ટૂર્નામેન્ટની આઠમી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈને 31 રને હરાવ્યું. હાલ ટીમ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. હવે મુંબઈ તેની ત્રીજી મેચ 1 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામે રમશે.












Click it and Unblock the Notifications
