IPL 2024 : કોણ હતી એ મિસ્ટ્રી ગર્લ? જે શ્રેયસ અય્યરને ઘાયલ કરીને ગાયબ થઈ ગઈ?
આ દિવસોમાં ભારતમાં આઈપીએલની ધુમ જોવા મળી રહી છે. આઈપીએલમાં ક્રિકેટના મેદાનમાં છક્કા-ચોક્કા સાથે સાથે ખૂબસૂરત હસીનાઓની પણ ખુબ બોલબાલા રહે છે.
હાલમાં જ કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન શ્રેયસ અય્યર ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોમાં પહોંચ્યો હતો. અહીં તેને એક આવી જ મિસ્ટ્રી ગર્લ વિશે પરદો હટાવ્યો છે.

શ્રેયસ ઐય્યર ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા સાથે કપિલ શર્મા શોમાં ગેસ્ટ તરીકે જોડાયો હતો. આ શોમાં શ્રેયસ અય્યરે મોટો ખુલાસો કર્યો. તેણે એક છોકરી વિશે જણાવ્યું. જેને તે લાંબા સમય સુધી શોધતો રહ્યો પરંતુ ન મળી.
કોણ હતી એ મિસ્ટ્રી ગર્લ?
કપિલ શર્મા શોમાં શ્રેયસે જણાવ્યું કે તેણે એક છોકરીને શોધવા માટે આખા સોશિયલ મીડિયા પર સર્ચ કર્યું. આ વાત ઘણી જૂની છે, જ્યારે શ્રેયસ અય્યર દિલ્હી તરફથી IPLમાં પોતાની પ્રથમ સિઝન રમી રહ્યો હતો. આ દરમિયાન તેણે મેચ દરમિયાન સ્ટેડિયમમાં એક છોકરીને બેઠેલી જોઈ. જે ખૂબ જ સુંદર હતી અને સતત તેના માટે ચીયર કરતી હતી.
તેણીને શોધવા ખૂબ પ્રયાસ કર્યા
અય્યરના કહેવા પ્રમાણે, જ્યારે મેચ સમાપ્ત થઈ ત્યારે તેણે તે છોકરીને સોશિયલ મીડિયા પર ઘણી સર્ચ કરી. શ્રેયસને લાગ્યું કે છોકરીએ તેના માટે સોશિયલ મીડિયા પર કોઈ મેસેજ મુક્યો હશે. તેણે તેના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સર્ચ કર્યા. પરંતુ તેને તે યુવતી તરફથી કોઈ મેસેજ મળ્યો નહોતો.
કપિલ શર્માના શોમાં જ્યારે અય્યરે રોહિત શર્માની સામે આ રહસ્ય ખોલ્યું તો ત્યાં હાજર દર્શકો પણ જોર જોરથી હસવા લાગ્યા.












Click it and Unblock the Notifications
