IPL 2025 : ચેન્નાઈએ ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કર્યો, જાણો હેડ ટુ હેડ રેકોર્ડ
IPL 2025 : પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે ટકરાવા જઈ રહી છે. CSK ના કેપ્ટન રુતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
આ પહેલા CSK એ તેની પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટે માત આપી હતી. RCB એ કોલકાતા નાઈટ રાઇડર્સ સામે વિજય હાંસલ કર્યો હતો. બંને ટીમો જીતના પ્રદર્શન જાળવી રાખવા માટે મેદાનમાં ઉતરશે.

CSK vs RCB હેડ-ટુ-હેડ રેકોર્ડની વાત કરીએ તો આગળના મુકાબલાઓમાં CSK નો RCB પર દબદબો રહ્યો છે. અત્યાર સુધીના સામસામા મુકાબલાઓમાં CSK એ 21 મેચમાં વિજય અને RCB એ માત્ર 11 મેચમાં વિજય મેળવ્યો છે.
છેલ્લી પાંચ મેચની વાત કરીએ તો CSK 3-2 થી આગળ છે. આ સ્થિતિમાં RCB પોતાના આંકડા સુધારવા આજની મેચમાં શાનદાર પ્રદર્શન કરવાનું લક્ષ્ય રાખશે.
એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની પિચ સ્પિન બોલરો માટે અનુકૂળ છે. અહીં બેટ્સમેન માટે રન બનાવવું સરળ નથી, કારણ કે પિચ ધીમી હોવાને કારણે બેટિંગ કરતી ટીમને મુશ્કેલી થઈ શકે છે. સ્પિનરો માટે અનુકૂળ પિચ અને ડબલ બાઉન્સ બોલિંગ આ પિચની ખાસિયત છે.
આ પિચ પર અગાઉના મેચો દર્શાવે છે કે ટોસ જીતનાર ટીમ માટે નિર્ણય ખૂબ જ અગત્યનો બની જાય છે. જો મેચ સાંજના સમયે રમાય તો લક્ષ્યનો પીછો કરનાર ટીમ માટે બેટિંગ કરવી થોડી સહેલી બની શકે છે.












Click it and Unblock the Notifications
