IPL 2025 : આઈપીએલ મેગા ઓક્શનમાં આ અનકેપ્ડ ખેલાડીઓ પર થઈ શકે છે રૂપિયાનો વરસાદ, જુઓ લિસ્ટમાં કોના કોના નામ?
IPL 2025 : આઈપીએલ 2025 પહેલા મેગા ઓક્શન યોજાવા જઈ રહ્યું છે. આ મેગા ઓક્શનમાં ઘણા ખેલાડીઓની કિસ્મત ખુલી શકે છે.
આ વર્ષે આઈપીએલ ઓક્શનમાં ચમકવા રહેલા ખેલાડીઓમાં ભારતના કેટલાક એવા ખેલાડીઓ છે જે પહેલી વખત ધમાલ કરતા જોવા મળશે.
પ્રિયાંશ આર્યા
પ્રિયાંશ આર્યા દિલ્હી પ્રીમિયર લીગમાં દક્ષિણ દિલ્હી સુપરસ્ટાર્સ તરફથી રમી રહ્યો છે. તેણે ઉત્તર દિલ્હી સામેની મેચમાં 50 બોલમાં 120 રનની ઇનિંગ રમીને ચર્ચા જગાવી હતી.
પ્રિયાંશની લોકપ્રિયતાનું એક મોટું કારણ તેની તોફાની ઇનિંગ દરમિયાન 6 બોલમાં 6 સિક્સર હતી. તે ડીપીએલ 2024માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે, તેણે 9 મેચમાં 602 રન બનાવ્યા છે.
આયુષ બદોની
આયુષ બદોની પહેલા પણ આઈપીએલમાં રમી ચૂક્યો છે અને 2022થી લખનૌ સુપર જાયન્ટ્સ સાથે જોડાયેલો છે. જે મેચમાં પ્રિયાંશ આર્યએ 120 રનની ઇનિંગ રમી હતી.
તે જ મેચમાં બદોનીએ 55 બોલમાં 165 રનની ઝડપી ઇનિંગ રમી હતી. બદોનીએ અત્યાર સુધી દિલ્હી પ્રીમિયર લીગમાં 7 મેચમાં 515 રન બનાવ્યા છે.

અંગક્રિશ રઘુવંશી
અંગક્રિશ રઘુવંશીને IPL 2024ની હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે તેની મૂળ કિંમત 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે IPLમાં પોતાની ડેબ્યૂ ઇનિંગમાં 54 રન બનાવીને અન્ય ફ્રેન્ચાઇઝીઓ પર ઊંડી છાપ છોડી છે. તેણે સિઝનમાં 7 ઇનિંગ્સમાં 163 રન બનાવ્યા છે.
રઘુવંશી 2022 અંડર-19 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ રન (278) બનાવનાર બેટ્સમેન હતો.
સમીર રિઝવી
સમીર રિઝવીને ગઈ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે તેને 8.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જો કે તેને IPL 2024માં ઓછા મેચ રમવાની તક મળી.
તે UPT20 લીગમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે 7 મેચમાં 162.3ના તોફાની સ્ટ્રાઈક રેટથી 297 રન બનાવ્યા છે. જો તે આ ફોર્મ જાળવી શકશે તો તેના માટે ચોક્કસપણે હરાજીમાં મોટી બોલી લાગી શકે છે.
આયુષ સિંહ
દિલ્હી પ્રીમિયર લીગમાં આયુષ સિંહનું મોટુ યોગદાન છે. તે દિલ્હી 6માં બોલર તરીકે ઉભરી આવ્યો છે. તેણે અત્યાર સુધીમાં 10 મેચમાં 18 વિકેટ લીધી છે અને તે લીગમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે.
આયુષ તેના જમણા હાથથી ઝડપી બોલિંગ કરે છે.












Click it and Unblock the Notifications
