IPL 2025 : આ ત્રણ ખેલાડીઓને KKR બહારનો રસ્તો દેખાડી શકે છે, જુઓ લિસ્ટમાં કોના નામ?
IPL 2025 Retention : આઈપીએલ મેગા ઓક્શન પહેલા બીસીસીઆઈએ રિટર્ન પોલીસી જાહેર કરી દીધી છે. અનકૈપ્ડ રૂલ્સ અને ખેલાડીઓની સંખ્યા વધતા તમામ સમીકરણો બદલાઈ શકે છે.
બીસીસીઆઈએ તેની નવી રિટેન્શન પોલીસીમાં તમામ ટીમોને 6 ખેલાડીઓ રિટૈન કરવાની પરવાનગી આપી છે. આ પોલીસી બાદ કોલકત્તાની ટીમમાં ઘણા ફેરફાર થઈ શકે છે.

અહેવાલો અનુસાર, કોલકત્તા નાઈટ રાઈડર્સ તેના ત્રણ સ્ટાર ખેલાડીઓને રિલીઝ કરી શકે છે. આ લિસ્ટમાં મિચેલ સ્ટાર્ક, ફિલ સોલ્ટ અને વેંકટેશ અય્યરના નામ સામેલ છે.
મિચેલ સ્ટાર્ક દુનિયાના સૌથી ઘાતક બોલરોમાંથી એક છે. જો કે ઓક્શનમાં સ્ટાર્ક KKR માટે ખોટનો સોદો સાબિત થઈ શકે છે. સ્ટાર્કની છેલ્લી હરાજીમાં રૂ. 24.75 કરોડમાં બોલી લગાવવામાં આવી હતી. આ જ કારણ છે કે ટીમને તેનાથી મોટુ નુકસાન થઈ શકે છે. કોલકાતા પૈસા બચાવવા માટે મિચેલ સ્ટાર્કને ટીમમાંથી બહાર કરી શકે છે.
ફિલ સોલ્ટે ગઈ સિઝનમાં 12 મેચમાં 39.55ની એવરેજથી 435 રન બનાવ્યા હતા. જો કે તેને જેસન રોયના સ્થાને લાવવામાં આવ્યો હતો, પરંતુ તેના આગમનથી ટીમનો ટોપ ઓર્ડર મજબૂત બન્યો છે. સુનીલ નારાયણ સાથે તેણે ઘણી વખત વિપક્ષી ટીમને હરાવી છે. વધુ સારો વિકલ્પ પસંદ કરવા માટે, કોલકાતા સોલ્ટ છોડવાનું વિચારી શકે છે.
વેંકટેશ અય્યર 2021થી કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમી રહ્યો છે. KKR માટે તેણે 51 મેચમાં 1,326 રન બનાવ્યા છે અને તે સારી બોલિંગ પણ કરી રહ્યો છે. એક ટીમને 5 ખેલાડીઓને જાળવી રાખવાની અને એક ખેલાડી પર રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરવાની મંજૂરી છે.
આ સ્થિતિમાં અય્યરને આ 6 ખેલાડીઓમાં ફિટ કરવો ખૂબ જ મુશ્કેલ છે. સુનીલ નારાયણ અને આન્દ્રે રસેલ લાંબા સમયથી ટીમના ભરોસાપાત્ર ખેલાડીઓમાં સામેલ છે. આ સ્થિતિમાં વેંકટેશ અય્યરને રિટેન કરાયેલા ખેલાડીઓમાં સ્થાન મેળવવું ઘણું મુશ્કેલ છે.












Click it and Unblock the Notifications
