IPL 2025 Mega Auction : આઈપીએલમાં બદલાઈ શકે છે આ ટીમોના કેપ્ટન, જાણો કોણ કોણ રિટેન થઈ શકે છે?
IPL 2025 Mega Auction : આઈપીએલ 2025 પહેલા મેગા ઓક્શન થવા જઈ રહ્યું છે. આ મેગા ઓક્શન પહેલા ઘણા ખેલાડીઓને લઈને અફવાઓનું બજાર ગરમ છે.
અહેવાલો અનુસાર, કેટલીક ટીમો તેના વર્તમાન કેપ્ટનને પડતા મુકી શકે છે. આ સાથે ઘણી ટીમોના કેપ્ટન બદલાઈ શકે છે.
રોહિત શર્મા અને સંજુ સેમસન સહિત ઘણા સ્ટાર ખેલાડીઓને તેની ટીમ પડતા મુકી શકે છે. અહેવાલો અનુસાર, એક ફ્રેન્ચાઇઝી મેગા ઓક્શનમાં વધુમાં વધુ 4 ખેલાડીઓને જ રિટેન કરી શકે છે. આ સ્થિતિમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓ ઓક્શનમાં ઉતરી શકે છે.
રોહિત શર્મા
ગઈ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને કેપ્ટનશિપ પરથી હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો. અહેવાલો પણ હતા કે રોહિત IPL 2024 દરમિયાન MI મેનેજમેન્ટથી ખુશ નહોતો. એવી પણ અટકળો હતી કે રોહિત મુંબઈ છોડીને આગામી સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન બની શકે છે.

આ સિવાય તેનું નામ પંજાબ કિંગ્સ સાથે પણ જોડવામાં આવ્યું હતું. પરંતુ હવે રોહિત મુંબઈ ઈન્ડિયન્સ સાથે રહી શકે છે. પરંતુ હજુ સુધી આ વિષય પર કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
સંજુ સેમસન
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન ચેન્નાઈ સુપર કિંગ્સમાં જઈ શકે છે. આ વિષય સોશિયલ મીડિયા પર ઘણો ટ્રેન્ડ કરી રહ્યો હતો. હવે એક તરફ રાહુલ દ્રવિડ આગામી સિઝનમાં રાજસ્થાન રોયલ્સનો મુખ્ય કોચ બનવા જઈ રહ્યો છે બીજી તરફ એવા પણ અહેવાલ છે કે સેમસન રાજસ્થાનમાં જ રહેશે.
શિવમ દુબે
CSK માં આવ્યા પછી શિવમ દુબેના આઈપીએલ કરિયરને વેગ મળ્યો છે અને પકડ્યો છે અને ટોચના ઓલરાઉન્ડર ખેલાડીઓમાંથી એક બની ગયો છે. જો કે અફવા એવી પણ છે કે રાજસ્થાને શિવમ દુબેને ટ્રેડ કરવા CSK મેનેજમેન્ટ પાસે માંગણી કરી છે.
આ અહેવાલો સમયે સંજુ સેમસન ચર્ચામાં આવ્યા હતા કારણ કે એવું કહેવામાં આવ્યું હતું કે CSKએ દુબેના બદલામાં સંજુ સેમસનની માંગણી કરી હતી. બંને પક્ષોએ હજુ સુધી આ બાબતે કોઈ પુષ્ટિ આપી નથી.
ઋષભ પંત
ઋષભ પંત 2021 થી દિલ્હી કેપિટલ્સના કેપ્ટન છે. જો કે પરંતુ ટીમના મેન્ટર રિકી પોન્ટિંગની વિદાય પછી અટકળો શરૂ થઈ કે પંત પણ ડીસી છોડી શકે છે. IPL 2024 સિઝનના અંતના થોડા સમય પછી અહેવાલો આવ્યા હતા કે પંત એમએસ ધોનીની નિવૃત્તિની સંભાવનાને લઈને CSK સાથે જોડાઈ શકે છે. ધોનીના નિવૃત્તિ બાદ ટીમને ભારતીય વિકેટકીપરની જરૂર છે.
જણાવી દઈએ કે, મેગા ઓક્શન પહેલા 10 IPL ફ્રેન્ચાઇઝીમાંથી કોઈ પણ ચોક્કસ ખેલાડીનો સીધો સંપર્ક કરી શકશે નહીં. જો કોઈ ટીમ કોઈ ખેલાડીને ટ્રેડિંગ કે ખરીદવામાં રસ દાખવે છે તો તેણે અન્ય ફ્રેન્ચાઈઝીના મેનેજમેન્ટનો સંપર્ક કરવો પડશે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
