MI vs SRH : હાર્દિક પંડ્યાએ રોહિત શર્માને કેમ ટીમમાંથી બહાર કર્યો? જાણો કારણ
MI vs SRH : IPL 2025 મા મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે વાનખેડે સ્ટેડિયમ ખાતે મુકાબલો રમાઈ રહ્યો છે.
આ મેચમાં MIના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ચોંકાવનારો નિર્ણય લઈને ટીમના સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન રોહિત શર્માને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ નથી કર્યો. આ નિર્ણયથી ચાહકોમાં ચર્ચાનો દોર શરૂ થયો છે.

માહિતી અનુસાર, હાર્દિક પંડ્યાએ ટીમની રણનીતિ અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. રોહિત શર્માનું આ સિઝનમાં ફોર્મ નબળું રહ્યું છે, જેના કારણે ટીમ મેનેજમેન્ટે તેમને આ મેચમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ કરવાનું વિચાર્યું છે.
આ ઉપરાંત વાનખેડેના પીચની સ્થિતિ અને SRHની બોલિંગ લાઈન-અપને ધ્યાનમાં રાખીને વધુ બોલિંગ વિકલ્પો સાથે ઉતરવાનો નિર્ણય લેવાયો છે. આ રણનીતિ હેઠળ MIએ વધુ એક બોલરને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો, જેના કારણે રોહિતને બહાર રહેવું પડ્યું છે.
MIએ આ મેચમાં રાયન રિકલ્ટન, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ અને કર્ણ શર્માને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું છે.
રોહિત શર્મા આ સિઝનમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન નથી કરી શક્યો. તેણે ચેન્નઈ સુપર કિંગ્સ સામે 13, ગુજરાત ટાઈટન્સ સામે 8 અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 0 રન બનાવ્યા હતા હતા. આ નબળા ફોર્મને કારણે ટીમ મેનેજમેન્ટે તેમને કેટલીક મેચોમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ કર્યો છે. જો કે, ચાહકોને હજુ પણ આશા છે કે રોહિત શર્મા પોતાના જૂના રંગમાં જલ્દી જ પરત ફરશે.












Click it and Unblock the Notifications
