IPL 2025 : IPL પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો, સ્ટાર ખેલાડી બહાર થયો

IPL 2025 : આગામી IPL સિઝન માટેની તૈયારીઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માટે એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો મુખ્ય બોલર જસપ્રીત બુમરાહ ઈજાને કારણે પ્રારંભિક તબક્કામાં નહીં રમી શકે.

મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી ચિંતાજનક સમાચાર એ છે કે સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પીઠની ઈજાના કારણે IPLના પ્રારંભિક તબક્કામાં રમી શકશે નહીં.

IPL 2025

બુમરાહની ઇજા જૂની છે અને તે સિડનીમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ફાઈનલ મેચ દરમિયાન થઈ હતી. ત્યારબાદ તે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પણ બહાર થઈ ગયો હતો.

મેડિકલ રિપોર્ટ અનુસાર, જો બુમરાહની રિકવરી યોગ્ય રીતે થાય તો એપ્રિલ સુધીમાં તે ટીમ સાથે જોડાઈ શકે છે. જો કે, બુમરાહ IPLમાં પાછો ફરશે કે નહીં એ બાબત પર કોઈ ગેરંટી આપવામાં આવી નથી. તેની ઈજા ટીમ માટે મોટો પડકાર બની શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સની મુશ્કેલીઓ અહીં અટકતી નથી. ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા પણ તેમની પ્રથમ મેચમાં નહીં રમી શકે. ગત સિઝનમાં ત્રણ વખત ધીમા ઓવર રેટના નિયમનું ઉલ્લંઘન કરવા બદલ હાર્દિક પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કારણે તે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ મેચમાંથી બહાર રહેશે.

મુંબઈ ઈન્ડિયન્સની IPL 2024ની પહેલો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે છે. બે મોટા ખેલાડીઓની ગેરહાજરી ટીમ માટે પડકારરૂપ બની શકે છે. જો કે, ટીમના અન્ય ખેલાડીઓ પર વધુ જવાબદારી રહેશે કે તેઓ આ ખોટ પૂરી કરી શકે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X