IPL 2025 Retenstion: આ 4 કેપ્ટનને તેમની ટીમે બહારનો રસ્તો દેખાડી દીધો
IPL 2025 Retention: આઇપીએલ રિટેંશનની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે અને ગતરોજ ડેડલાઈનના અંતિમ દિવસે કઈ ટીમે કયા કયા ખેલાડીઓને રિટેન અથવા છૂટા કરવાનો નિર્ણય લીધો તે નક્કી થઇ ગયું છે.
સૌથી ખાસ વાત એ રહી કે આ વખતે કેટલીય ટીમોએ પોતાના કેપ્ટનની જ બહારનો રસ્તો દેખાડી દીધો છે. કૂલ ચાર ટીમોએ પોતાના કેપ્ટનને રિલીઝ કરી દીધા છે. જેમાં ત્રણ તો ભારતીય ખેલાડી છે. હવે આ તમામ ખેલાડીઓ પર હરાજીમાં બોલી લાગશે.

કેએલ રાહુલ
ત્રણ વર્ષ સુધી સાથે રાખ્યા બાદ અંતે લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giant)એ કેએલ રાહુલને રિલીઝ કરી દેવાયો છે. જણાવાઈ રહ્યું છે કે રાહુલે ખુદ જ રિલીઝ તવાનો નિર્ણય લીધો હતો. કેએલ રાહુલે પર્સનલ અને પ્રોફેશનલ કારણોસર ટીમ છોડી દીધી.
શ્રેયસ ઐય્યર
પાછલી સિઝનમાં કોલકાતા નાઇટ રાઈડર્સે ધમાકેદાર અંદાજમાં ખિતાબ જીત્યો હતો. છતાં ટીમે આ વખતે શ્રેયસ ઐય્યરને બહાર કરી દીધો છે. જેની પાછળનું એક કારણ જણાવવામાં આવ્યું છે. કથિત રીતે શ્રૈયસ ઐય્યરે કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે તગડી સેલેરી માંગી હતી.
ઋષભ પંત
દિલ્હી કેપિટલ્સ સાથે 9 વર્ષ સુધી અડીખમ ઉભા રહ્યા બાદ પંતે દિલ્હી સાથેની સફરનો અંત આણ્યો. પ્રોફેશનલ સ્તરે દિલ્હીની ટીમમાં બદલાવ થયો છે. પંતની જગ્યાએ અન્ય કોઈને કેપ્ટન બનાવ્યો હોવાની વાત સામે આવી રહી હતી. આ કારણે પંતે પોતાનો અલગ રસ્તો જ ચૂંટ્યો.
ફાફ ડૂ પ્લેસી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ફાફ ડૂ પ્લેસીસને રિલીઝ કરી દીધો છે. ડૂ પ્લેસીને ઈન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ પછી સમય થઇ ગયો છે અને ઉંમરનો પણ એક મુદ્દો છે. આ કારણે આરસીબીએ તેમને રિલીઝ કરી દીધો. હવે હરાજીમાં તેમને કોઈ ખરીદનાર મળશે કે નહીં તે જોવાનું રહ્યું.












Click it and Unblock the Notifications
