IPL 2025 : KKR નો કેપ્ટન બનવા જઈ રહ્યો છે રિંકુ સિંહ? જાણો શું છે હકિકત?

IPL 2025 : છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય ટીમ અને કોલકત્તાનો મેચ વિનર રિંકુ સિંહ સતત ચર્ચામાં છે. અહેવાલો અનુસાર બહુ જલ્દી રિંકુ સિંહની કિસ્મત ખુલવા જઈ રહી છે.

આઈપીએલ 2024 ની વિનર કોલકત્તા નાઈટ રાઈડર્સે શ્રેયર્સ ઐય્યરને રિલીઝ કરી દીધો છે. અહેવાલો પર વિશ્વાસ કરીએ તો રૂપિયાને લઈને ટીમ સાથે વિવાદ થયો હતો.

RINKU SINGH

હવે KKRને આગામી સિઝનમાં નવા કેપ્ટનની જરૂર પડશે અને હરાજીમાં કેટલાક સારા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવા પડશે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે ટીમનો નવો કેપ્ટન કોણ હશે?

સમાચારો પર વિશ્વાસ કરીએ તો કેપ્ટન માટે એક એવું નામ સામે આવ્યું છે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. આ વખતે KKR એક યુવા કેપ્ટન બનાવવા પર કામ કરી રહ્યું છે.

સમાચારો અનુસાર, રિંકુ સિંહને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. જો કે ફ્રેન્ચાઈઝી તરફથી આ અંગે કંઈ કહેવાયુ નથી. જણાવી દઈએ કે, રિંકુ સિંહ KKR માટે ફિનિશરની ભૂમિકા ભજવે છે અને તેણે ઘણી મેચ જીતાડી છે.

આ વખતે KKRની રિટેન્શન લિસ્ટમાં સૌથી મોંઘો ખેલાડી રિંકુ સિંહ છે. રિંકુ સિંહને 13 કરોડ રૂપિયાની મોટી રકમ ચુકવીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. હવે તેને કેપ્ટનશિપ અપાઈ શકે છે. જો કે, IPLમાં કેપ્ટનશિપ કરવી સરળ કામ નથી.

રિંકુ સિંઘ ઉપરાંત આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, રમણદીપ સિંહ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તીને પણ જાળવી રાખવામાં આવ્યા છે. વરુણે દક્ષિણ આફ્રિકામાં પાંચ વિકેટ ઝડપીને પોતાની જાળવણીને યોગ્ય ઠેરવી છે. હવે જોવાનું એ રહે છે કે હરાજીમાં KKR કોને ટાર્ગેટ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X