IPL 2025 : વિરાટ કોહલીનુ મોટુ કારનામુ, આવુ કરનારો પહેલો ખેલાડી બન્યો
IPL 2025 : આઈપીએલમાં વિરાટ કોહલીનો દબદબો યથાવત છે. પંજાબ કિંગ્સ સામેની મેચમાં તેણે શાનદાર બેટિં ગ કરી અને દર્શકોનું દિલ જીતી લીધું. કોહલીની બેટિંગ થોડી ધીમી હતી પરંતુ ટીમને મજબૂત ઇનિંગની જરૂર હતી ત્યારે કોહલીએ મોરચો સંભાળ્યો.
કોહલીએ 43 બોલમાં અડધી સદી ફટકારી અને આઈપીએલમાં નવો ઈતિહાસ રચ્યો. તે 67 વખત 50 કે તેથી વધુ રન બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે. આ પહેલાં ડેવિડ વોર્નર અને કોહલી બંનેએ 66 વખત આ સિદ્ધિ મેળવી, પરંતુ હવે કોહલી આગળ નીકળી ગયો છે.

કોહલીના નામે 59 અડધી સદી અને 8 સદી છે, જ્યારે વોર્નર પાસે 62 અડધી સદી અને 4 સદી છે. આ યાદીમાં શિખર ધવન 53 અને રોહિત શર્મા 45 અડધી સદી સાથે ત્રીજા અને ચોથા સ્થાને છે.
મેચમાં આરસીબીએ 159 રનનો ટાર્ગેટ 7 વિકેટે અને 7 બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો. કોહલીએ 54 બોલમાં 72 રનની નોટઆઉટ ઇનિંગ રમી, જે આ સિઝનની આરસીબીની પાંચમી જીતમાં નિર્ણાયક રહી.
પંજાબે પહેલાં બેટિંગ કરીને 6 વિકેટે 157 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી પ્રભસિમરન સિંહે 33 અને શશાંક સિંહે નોટઆઉટ 31 રન બનાવ્યા, પરંતુ અન્ય ખેલાડીઓ મોટો સ્કોર ન કરી શક્યા અને ટીમને હારનો સામનો કરવો પડ્યો.
જણાવી દઈએ કે, હાલની સ્થિતીએ આઈપીએલ અડધા સુધી પહોંચી ગઈ છે અને તમામ ટીમો માટે પ્લેઓફની રેસ રોમાંચક સ્તરમાં પહોંચી ચુકી છે. આ વખતે ચેન્નઈ જેવી મોટી ટીમો પાછળ છે તો આરસીબીએ તેના પ્રદર્શનથી ફેન્સને ખુલ કર્યા છે.












Click it and Unblock the Notifications
