IPL 2025 : મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક પંડ્યાને પડતો મુકશે? આ ખેલાડીઓને રિટેન કરી શકે

IPL 2025 : આઈપીએલ 2025 પહેલા તમામ ટીમોમાં મોટા ફેરફાર થઈ શકે છે. મેગા ઓક્શન પહેલા મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક પંડ્યાને પડતો મુકી શકે છે.

થોડા દિવસો પહેલા BCCIની વાનખેડે ઓફિસમાં IPL અધિકારીઓ અને ટીમના માલિકો વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટીમોના માલિકો બીસીસીઆઈ ઓફિસમાં હાજર હતા.

Mumbai Indians

આ બેઠકમાંથી ઘણા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ દરમિયાન મોટા સમાચાર મુંબઈ ઈન્ડિયન્સના કેમ્પ સાથે જોડાયેલા સામે આવ્યા છે.

અહેવાલો અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સ તેના કેપ્ટન હાર્દિક પંડ્યાને છોડવા જઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે IPL 2024 પહેલા હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં ફરીથી સામેલ કર્યો હતો. ફ્રેન્ચાઇઝીએ રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ છીનવીને આ સ્ટાર ઓલરાઉન્ડરને આપી હતી.

આમ છતાં ટીમ કંઈ ખાસ કરી શકી નહીં. પ્લેઓફમાં પણ જગ્યા બનાવી શકી નહોતી. હવે સમાચાર છે કે મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક પંડ્યાને પડતો મુકશે.

IPLના નિયમો અનુસાર, દર ત્રણ વર્ષે મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવે છે. આ વખતે ડિસેમ્બરમાં ફરીથી મેગા ઓક્શન થશે. તમામ 10 ટીમોને માત્ર ચાર ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવશે.

જો કે એક અહેવાલ એવો પણ છે કે આ વખતે રિટેન કરાયેલા ખેલાડીઓની સંખ્યા વધી શકે છે. અત્યાર સુધી BCCI કે IPLએ આ અંગે કંઈ કહ્યું નથી. પરંતુ અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે પાંચ ખેલાડીઓને જાળવી રાખવામાં આવી શકે છે.

સૂત્રો અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સ કોઈપણ કિંમતે રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રિત બુમરાહને પોતાની સાથે રાખવા માંગે છે. આ સ્થિતિમાં ફ્રેન્ચાઇઝી હાર્દિક પંડ્યાને રિલીઝ કરશે.

સૂર્યકુમાર હવે T20 ફોર્મેટમાં દેશનો કેપ્ટન છે. આ સ્થિતિમાં, ફ્રેન્ચાઇઝી તેની ટીમની કમાન તેને સોંપી શકે છે. રોહિત પણ સૂર્યાની કેપ્ટનશીપમાં રમવા માટે કમ્ફર્ટ રહેશે.

અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2025 માટે સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને તિલક વર્માને રિટેન કરી શકે છે. ફ્રેન્ચાઈઝી હવે નવી ટીમ તૈયાર કરવા માંગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X