IPL Auction 2026 : કોણ છે આઈપીએલ ઓક્શન કરાવનારી બ્યુટી ક્વીન મલ્લિકા સાગર?
IPL 2026ની હરાજી અબુ ધાબીના ઇતિહાદ એરેનામાં યોજાઈ છે. તેમાં 369 ખેલાડીઓનું ભવિષ્ય દસ ટીમો દ્વારા નક્કી થઈ રહ્યું છે. આ ભવ્ય હરાજી કરનાર મલ્લિકા સાગર IPLના ઇતિહાસમાં પ્રથમ મહિલા ઓક્શનર છે, જે પોતાના ગ્લેમરસ વ્યક્તિત્વથી હંમેશા ચર્ચામાં રહે છે.
મલ્લિકા સાગરનો જન્મ 3 ઓગસ્ટ 1975ના રોજ બોમ્બેમાં થયો હતો. કિશોરાવસ્થામાં તેમણે એક પુસ્તક વાંચ્યું હતું, જેમાંથી તેમને એક મહિલા ઓક્શનર બનવાની પ્રેરણા મળી. પુરુષ-પ્રધાન ક્ષેત્ર હોવા છતાં મલ્લિકાએ સખત મહેનત, નિયમોની ઊંડી સમજ અને આત્મવિશ્વાસથી પોતાનું સ્થાન બનાવ્યું છે.

તેણીએ ફિલાડેલ્ફિયાની બ્રાયન માવર કોલેજમાંથી આર્ટ હિસ્ટરીમાં ડિગ્રી મેળવી. 2001માં, ન્યૂયોર્ક સ્થિત ક્રિસ્ટીઝના આંતરરાષ્ટ્રીય ઓક્શન હાઉસમાં કારકિર્દી શરૂ કરીને તેણી પ્રથમ ભારતીય મહિલા ઓક્શનર બન્યા. મલ્લિકા મોર્ડન આર્ટ વિશેષજ્ઞ છે, જેણે મુંબઈની પુન્ડોલેઝ આર્ટ ગેલેરીઝ સહિત અન્ય ઓક્શન હાઉસમાં પણ સેવા આપી છે.
સ્પોર્ટ્સ ક્ષેત્રે તેમણે 2021માં પ્રો કબડ્ડી લીગની આઠમી સિઝન પહેલાં પ્લેયર ઓક્શન હોસ્ટ કરીને પ્રવેશ કર્યો. આમ તે પ્રથમ મહિલા પ્રો કબડ્ડી લીગ ઓક્શનર બની. ઓક્શનર તરીકેની આ સફળતા ઉપરાંત મલ્લિકા સાગર ભારતની જાણીતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અમ્પાયર પણ છે.
BCCI સાથે જોડાઈ અમ્પાયરિંગની તાલીમ લીધા બાદ તેણે સ્થાનિક ક્રિકેટમાં સફર શરૂ કરી. શરૂઆતમાં તેમણે મહિલા અને બાદમાં પુરુષોના સ્થાનિક મુકાબલાઓમાં પણ અમ્પાયરિંગ કર્યું. તેમના સચોટ નિર્ણયો અને વ્યાવસાયિક અભિગમથી તેમણે ઝડપથી પસંદગીકારોનો વિશ્વાસ જીત્યો છે.
તેમણે મહિલા ઘરેલુ, પુરુષોના ઘરેલુ ટી-20 અને વનડે, તેમજ આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ સહિત અનેક મુખ્ય ટુર્નામેન્ટોમાં અમ્પાયરિંગ કર્યું છે. ભારતમાં પુરુષોની મોટી ઘરેલુ મેચોમાં અમ્પાયરિંગ કરનાર પ્રથમ મહિલા અમ્પાયરો પૈકી એક તરીકે, તેમણે સાબિત કર્યું કે અમ્પાયરિંગ ફક્ત પુરુષોનું ક્ષેત્ર નથી; મહિલાઓ પણ સમાન રીતે સક્ષમ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મલ્લિકા સાગરની અંદાજિત કુલ સંપત્તિ 125 કરોડથી વધુ છે. તેમની કમાણીનો મુખ્ય સ્ત્રોત હરાજી ઉપરાંત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા પણ થાય છે.












Click it and Unblock the Notifications
