કેકેઆરની હૈદરાબાદ પર શાનદાર જીત, નંબર 3 પર પહોંચ્યું
નવી દિલ્હી, 5 મે: આઇપીએલ મુકાબલામાં આજે મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ઘરેલુ મેદાન પર સનરાઇઝર્સ હૈદરાબાદને કરારી માત આપીને પોઇંટ ટેબલમાં પોતાનું ત્રીજું સ્થાન બનાવી લીધું છે. કોલકાતાએ હૈદરાબાદને 35 રનોથી હરાવીને શાનદાર જીત હાસલ કરી.

હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ પર 132 રન જ બનાવી શકી. મોઇઝેસ હેનરિક્સે 41 રન બનાવ્યા. તેમના સિવાય બીજો કોઇ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો નહીં. આ જીત બાદ ગત ચેમ્પિયન કેકેઆર 10 મેચોમાં 11 પોઇન્ટ લઇને ત્રીજા સ્થાન પર છે જ્યારે હૈદરાબાદ 9 મેચોમાં આઠ પોઇન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે.












Click it and Unblock the Notifications
