For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વરસાદના કારણે બેંગલોરની 200 રનોની મહેનત પાણીમાં ગઇ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 એપ્રિલ: આઇપીએલ 8માં ગઇકાલે પહેલીવાર કોઇ મેચ રદ્દ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને રાજસ્થાન રોયલ્સની મેચ રદ કરવી પડી. વરસાદના કારણે મેચ કોઇ પરિણામ વગર જ રદ કરવી પડી.

virat
બેંગલોરની ટીમે પહેલા બેટિંગ કરતા સ્કોર 200 રનો સુધી પહોંચાડી દીધો, પરંતુ રાજસ્થાનનો દાવ વરસાદના કારણે શરૂ થઇ શક્યો નહી. બંને ટીમોને એક એક પોઇંટ મળ્યો. બેંગલોર તરફથી રમી રહેલા એબી ડિવિલિયર્સ અને સરફરાજ ખાનની શાનદાર પારીના કારણે બેંગલોરની જીતની આશા હતી, પરંતુ તેમને પણ આજે નિરાશા હાથ લાગી.

વરસાદના કારણે રદ્દ થઇ રાજસ્થાન અને બેંગલોરની મેચ
આરસીબીએ એબી ડિવિલિયર્સ 45 બોલોમાં 57 રન બનાવ્યા. તેમણે 9 ચોગ્ગા અને 1 છગ્ગો લગાવ્યો જ્યારે સરફરાજ ખાને 21 બોલમાં શાનદાર 45 રન બનાવી અણનમ રહ્યા. આ પહેલા ક્રિસ ગેઇલે શાનદાર બેટિંગ કરતા આઇપીએલના ઇતિહાસમાં પોતાની 500 સિક્સનો વિક્રમ નોંધાવી દીધો હતો.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
The covers were playing on and off but the main thing was that there was no relent from the rain. Eventually, the umpires decided it best to call the game off.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X