For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોહલી અને ગેઇલની સામે સૌ ફેઇલ, બેંગલોરે હેદરાબાદને આપી માત

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદ, 16 મે: ગઇકાલે હૈદરાબાદમાં થયેલી આઇપીએલ મુકાબલાની 52મી મેચમાં વરસાદ વારંવાર વિઘ્ન રાખતો રહ્યો. રોકાઇ રોકાઇને થઇ રહેલા વરસાદના કારણે મેચને 11 ઓવરોની કરી દેવામાં આવી હતી, પરંતુ હૈદરાબાદની પારી પૂર્ણ થતા-થતા ફરીથી વરસાદ શરૂ થઇ ગયો.

virat kohli
વરસાદ છતાં ક્રિસ ગેઇલ અને વિરાટ કોહલીએ પોતાની તોફાની પારીથી રોયલ ચેલેંજર બેંગલોરને શાનદાર જીત અપાવી દીધી. વરસાદથી સંબંધિત મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને ડકવર્થ લુઇસ પદ્ધતિથી છ વિકેટથી માત આપી દીધી. આ જીતની સાથે જ બેંગલોરની આઇપીએલ પ્લેઓફની આશા યથાવત રાખી.

હૈદરાબાદ તરફથી હેનરિક્સે 22 બોલરો પર 57 રન બનાવ્યા હતા, પરંતુ ગેઇલ અને વિરાટની તોફાની પારીએ તેની પર પાણી ફેરવી દીધું. પહેલા બેટિંગનો નિર્ણય કરનારા સનરાઇઝર્સે નિર્ધારિત 11 ઓવરોમાં ત્રણ વિકેટ પર 135 રન બનાવ્યા, પરંતુ સનરાઇઝર્સની પારી જ્યારે છેલ્લી ઓવરમાં ચાલી રહી હતી, ત્યારે વરસાદ શરૂ થઇ ગયો. એમ્પાયર્સે આરસીબીના ખેલાડીઓની નારાજગી છતાં પારી પૂર્ણ કરાવી. પરંતુ બાદમાં ડકવર્થ લુઇસ હેઠળ બેંગલોરને આ મેચમાં જીત મળી ગઇ. આરસીબીની આ 13 મેચોમાં સાતમી જીત છે, જેના કારણે તેના 15 પોઇંટ થઇ ગયા છે. સનરાઇઝર્સના 13 મેચમાં 14 પોઇંટ છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Virat Kohli played a captains knock as his superb little innings enabled Royal Challengers Bangalore to eke out a thrilling six-wicket victory over Sunrisers Hyderabad keeping themselves in the race for the play-offs in the IPL .
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X