For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL Auction 2020: દરેક સીઝનના સૌથી મોંઘા વેચાનારા ખેલાડી પર એક નજર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020) ની 13 મી આવૃત્તિ માટે, 19 ડિસેમ્બરે કોલકાતામાં યોજાનારી હરાજી માટે 971 ખેલાડીઓએ પોતાનું નામ નોંધાવ્યું હતું, જેમાંથી 332 ખેલાડીઓની હરાજી માટે શોર્ટ લીસ્ટ કરવામાં આવી છે

|
Google Oneindia Gujarati News

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020) ની 13 મી આવૃત્તિ માટે, 19 ડિસેમ્બરે કોલકાતામાં યોજાનારી હરાજી માટે 971 ખેલાડીઓએ પોતાનું નામ નોંધાવ્યું હતું, જેમાંથી 332 ખેલાડીઓની હરાજી માટે શોર્ટ લીસ્ટ કરવામાં આવી છે. હરાજીમાં 73 ખેલાડીઓ ખરીદવાના છે, જેમાં ભારતના 19 કેપ્ડ ખેલાડીઓ અને વિદેશીઓમા 29 ખેલાડીઓનો સમાવેશ થાય છે. ચાલો આપણે હરાજી પહેલાં એક નજર કરીએ દરેક સીઝનના સૌથી મોંઘા ખેલાડીઓ અને તેના પ્રદર્શન પર.

2008- મહેન્દ્રસિંહ ધોની (ચેન્નઈ સુપર કિંગ્સ) - 9.5 કરોડ

2008- મહેન્દ્રસિંહ ધોની (ચેન્નઈ સુપર કિંગ્સ) - 9.5 કરોડ

ધોની આઈપીએલની પ્રથમ સીઝનમાં સૌથી લોકપ્રિય ખેલાડી હતો. તેણે 16 મેચમાં 41.40 ની સરેરાશથી 414 રન બનાવ્યા હતા. તેની કેપ્ટનશીપ હેઠળ ટીમ ફાઈનલમાં પહોંચી હતી અને ફાઈનલમાં રાજસ્થાન રોયલ્સ સામે હારી ગઈ હતી.

2009- કેવિન પીટરસન, એન્ડ્ર્યૂ ફિલ્ટોફ - 9.8 કરોડ

2009- કેવિન પીટરસન, એન્ડ્ર્યૂ ફિલ્ટોફ - 9.8 કરોડ

ફ્લિન્ટોફને ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા અને પીટરસનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા ખરીદવામાં આવ્યો હતો. ફ્લિન્ટોફ ત્રણ મેચમાં માત્ર 62 રન જ બનાવી શક્યો હતો અને તેણે માત્ર બે જ વિકેટ લીધી હતી. બીજી તરફ પીટરસન, આરસીબી તરફથી રમતા 6 મેચોમાં ફક્ત 93 રન બનાવ્યા હતા. તેમની કેપ્ટનશીપ બહુ પ્રેરણાદાયક નહોતી અને તેની જગ્યાએ અનિલ કુંબલેને કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી.

2010- કીરોન પોલાર્ડ- મુંબઇ ઇન્ડિયન્સ- 3.5 કરોડ

2010- કીરોન પોલાર્ડ- મુંબઇ ઇન્ડિયન્સ- 3.5 કરોડ

વેસ્ટ ઇન્ડીઝનો પોલાર્ડ આ સીઝનમાં હોટ ખેલાડી હતો. મુંબઈ ઈન્ડિયન્સે તેને સાડા ત્રણ કરોડમાં ખરીદ્યો. તેણે 14 મેચમાં 185 ના સ્ટ્રાઈક રેટથી 273 રન બનાવ્યા હતા. તેણે 15 વિકેટ પણ લીધી હતી. તેમનો ઇકોનોમી રેટ 7.40 રહ્યો હતો.

2011- ગૌતમ ગંભીર - કોલકાતા નાઈટ રાઇડર્સ - 11.04 કરોડ

2011- ગૌતમ ગંભીર - કોલકાતા નાઈટ રાઇડર્સ - 11.04 કરોડ

કેકેઆરએ ગંભીરને 11.04 ની મોંઘી કિંમતે ખરીદ્યો હતો. ગંભીર 15 મેચમાં 34.36 ની એવરેજથી 378 રન બનાવ્યા હતા. તેમનો સ્ટ્રાઇક રેટ 119.24 રહ્યો હતો.

2012- રવિન્દ્ર જાડેજા- ચેન્નાઈ સુપર કિંગ્સ- 12 કરોડ

2012- રવિન્દ્ર જાડેજા- ચેન્નાઈ સુપર કિંગ્સ- 12 કરોડ

આ ઓલરાઉન્ડરને ચેન્નાઈ સુપર કિંગ્સે 12 કરોડમાં ખરીદ્યો છે. જાડેજાએ 19 મેચમાં 15.91 ની સરેરાશથી 191 રન બનાવ્યા હતા. તેમનો સ્ટ્રાઇક રેટ 126.49 રહ્યો હતો.

2013- ગ્લેન મેક્સવેલ, મુંબઇ ઇન્ડિયન્સ- 5.3 કરોડ

2013- ગ્લેન મેક્સવેલ, મુંબઇ ઇન્ડિયન્સ- 5.3 કરોડ

આ વર્ષે મુંબઈ ઈન્ડિયન્સે મેક્સવેલની સેવાઓ 5.3 કરોડમાં ખરીદી. પરંતુ તેણે માત્ર 3 મેચ રમી હતી અને તેમને 36 રન બનાવ્યા હતા. તેમને કોઈ વિકેટ ન મળી.

2014- યુવરાજ સિંહ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - 14 કરોડ

2014- યુવરાજ સિંહ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - 14 કરોડ

યુવરાજસિંહ માટે કેકેઆર, કિંગ્સ ઇલેવન અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે સખત બોલી લાગી હતી. આખરે આરસીબીએ તેને 14 કરોડમાં ખરીદ્યો. ડાબેરી ઓલરાઉન્ડરે 376 રન બનાવ્યા. આમાં તેણે રેકોર્ડ 28 સિક્સર ફટકારી હતી. પરંતુ આરસીબીએ સાતમા સ્થાને રહીને યુવરાજ પાસેથી કોઈ પ્રેરણા લીધી ન હતી.

2015- યુવરાજ સિંહ, દિલ્હી ડેરડેવિલ્સ - 16 કરોડ

2015- યુવરાજ સિંહ, દિલ્હી ડેરડેવિલ્સ - 16 કરોડ

દિલ્હી ડેરડેવિલ્સે યુવરાજને 16 કરોડમાં ખરીદ્યો. યુવરાજે 14 મેચોમાં 248 રન બનાવ્યા હતા અને દિલ્હી અંક ટેબલમાં સાતમા ક્રમે રહ્યો હતો.

2016- શેન વોટસન, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- 9.5 કરોડ

2016- શેન વોટસન, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- 9.5 કરોડ

આરસીબીએ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરને 9.5 કરોડમાં ખરીદ્યો. વોટસને 16 મેચમાં માત્ર 179 રન બનાવ્યા હતા અને 29 વિકેટ લીધી હતી.

2017- બેન સ્ટોક્સ, રાઇઝિંગ પુણે સુપરજાએંટ્સ - 14.5 કરોડ

2017- બેન સ્ટોક્સ, રાઇઝિંગ પુણે સુપરજાએંટ્સ - 14.5 કરોડ

કડક બોલી વચ્ચે, રાઇઝિંગે બેન સ્ટોક્સને 14.5 કરોડમાં ખરીદ્યો. તેણે 12 મેચમાં 316 રન બનાવ્યા હતા. જેમાં 15 સિક્સર પણ શામેલ છે. તેણે 12 વિકેટ પણ લીધી હતી. તે સૌથી કિંમતી ખેલાડી સાબિત થયો.

2018- બેન સ્ટોક્સ, રાજસ્થાન રોયલ્સ - 12.5 કરોડ

2018- બેન સ્ટોક્સ, રાજસ્થાન રોયલ્સ - 12.5 કરોડ

આ વખતે બેન સ્ટોક્સને રાજસ્થાન રોયલ્સએ 12.5 કરોડમાં ખરીદ્યો હતો. સ્ટોક્સે 13 મેચમાં 121.73 ની સરેરાશથી 196 રન બનાવ્યા હતા અને 8 વિકેટ લીધી હતી.

2019- જયદેવ ઉનાડકટ, વરૂણ ચક્રવર્તી - 8.4 કરોડ

2019- જયદેવ ઉનાડકટ, વરૂણ ચક્રવર્તી - 8.4 કરોડ

રાજસ્થાન રોયલ્સે ઉનાડકટ અને કિંગ્સ ઇલેવન પંજાબે વરુણને ખરીદ્યો. ઉનાડકટે 11 મેચોમાં 10 વિકેટ લીધી હતી અને તેનો ઇકોનોમી રેટ 10.66 હતો. બીજી બાજુ, વરૂણે ત્રણ ઓવરમાં જ 35 રન આપ્યા અને તેમને માત્ર એક વિકેટ મળી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL Auction 2020: Take a look at each season's most expensive selling player
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X