For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL Auction 2022: 12-13 ફેબ્રુઆરીએ કેટલા વાગ્યાથી લાગશે ખેલાડીઓની બોલી

ઑક્શનનુ કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યુ છે અને એક સવાલ એ છે કે કેટલા વાગ્યાથી તમે હરાજી જોઈ શકશો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આઈપીએલની મહાહરાજી માટે ઘડીઓ ગણાવાનુ શરુ થઈ ગયુ છે. આઈપીએલ 2022 પહેલા 12 અને 13 ફેબ્રુઆરીએ બધી ટીમોને પોતાના સંયોજનને વધુ મજબૂત કરવાનો મોકો મળશે અને ઘણા ખેલાડીઓ માટે આ અનોખો મોકો હશે કારણકે મેગા હરાજીમાં ઘણા ધૂરંધરો એ ટીમોથી અલગ થઈ ગયા છે જેમાં તે વર્ષોથી રમતા આવી રહ્યા હતા. ઑક્શનનુ કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યુ છે અને એક સવાલ એ છે કે કેટલા વાગ્યાથી તમે હરાજી જોઈ શકશો. આનો જવાબ પણ મળી ચૂક્યો છે.

ટાટા IPL ઑક્શન 2022

ટાટા IPL ઑક્શન 2022

આઈપીએલના સ્પૉન્સર ટાટા છે માટે ઑક્શનનુ નામ ટાટા IPL ઑકશન 2022 હશે જ્યાં ફેન્સની ફેવરેટ ટીમોનુ ભાગ્ય નક્કી થશે. હરાજી 11 વાગે શરુ થઈ જશે. હરાજીની તારીખે વીકેન્ડ છે જે આખા ઑક્શનમાં જશે. ટીવી પર હરાજીને સ્ટાર સ્પોર્ટસ અને મોબાઈલ પર હૉટ સ્ટાર પર સ્ટ્રીમિંગ કરી શકે છે.

590 ખેલાડીઓની બોલી લાગશે

આ વખતે કુલ 590 ખેલાડીઓની બોલી લાગશે જેમાં 20 ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આ બેઝ પ્રાઈઝ ખેલાડી જાતે પસંદ કરે છે અને તેમની બોલી આનાથી નીચે ના લાગી શકે. મઝાની વાત એ છે કે હરાજીમાં 8ના બદલે 10 ટીમો ભાગ લેશે. અમદાવાદ અને લખનઉ બે નવી ટીમો છે અને બંનેએ હાઈપ્રોફાઈલ નામો પસંદ કરીને શરુઆત કરી છે. લખનઉના કેએલ રાહુલ અને અમદાવાદના હાર્દિક પંડ્યાને કેપ્ટન જાહેર કરવામાં આવ્યા છે. ગૌતમ ગંભીર લખનઉ ટીમના મેન્ટર હશે.

90 કરોડ રૂપિયાનુ મળ્યુ હતુ પર્સ

90 કરોડ રૂપિયાનુ મળ્યુ હતુ પર્સ

બધી ટીમોને 90 કરોડ રૂપિયાનુ પર્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યુ હતુ અને ફ્રેન્ચાઈઝીએ અમુક ખેલાડીઓને રિટેન કરીને આ પૈસા ખર્ચ કર્યા છે જ્યારે નવી ફ્રેન્ચાઈઝેએ રિલીઝ કરવામાં આવેલા ખેલાડીઓમાંથી ત્રણ-ત્રણ પ્લેયરને પસંદ કરીને પોતાના અમુક પૈસા ખર્ચ કર્યા છે અને જે બાકી રકમ બચે છે તેમાંથી જ બધી ટીમોએ ખેલાડીઓની ખરીદી કરવાની રહેશે. આઈપીએલની પહેલી સિઝનમાં મહેન્દ્ર સિંહ ધોની સૌથી મોંઘા વેચાયેલા ખેલાડી હતા જે 9.3 કરોડ રૂપિયામાં વેચાયા. બાદમાં ગૌતમ ગંભીરને કોલકત્તા નાઈટ રાઈડર્સ 14.9 કરોડ રૂપિયામાં ખરીદવામાં સફળ રહ્યુ હતુ. 2015માં યુવરાજ સિંહ ઉપર 16 કરોડની બોલી લાગી. 2020 અને 2021માં વિદેશી ખેલાડીઓનો જલવો જોવા મળ્યો. ત્યારે પેન્ટ કમિંસ અને ક્રિસ મૉરિસને ક્રમશઃ 15.5 કરોડ અને 16.25 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL Auction 2022: What will be timing of players under the hammer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X