Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL Auction 2025 : મેગા ઓક્શનમાં આ ખેલાડીઓ પર રહેશે તમામ ટીમોની નજર, મળી શકે છે 20 કરોડથી વધુ રૂપિયા

IPL Auction 2025 : આઈપીએલ 2025 માટે મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે યોજાવા રહ્યું છે. આ ઓક્શનમાં આ વખતે ઘણા ખેલાડીઓ પર કરોડો રૂપિયાની બોલી લાગી શકે છે.

આઈપીએલ મેગા ઓક્શનમાં ભારતીય વિકેટકિપર ઋષભ પંતથી લઈને ઈશાન કિશન જેવા ઘણા ખેલાડીઓ છે જેના પર ફ્રેન્ઝાઈઝી રૂપિયાનો વરસાદ કરી શકે છે.

IPL Auction 2025

ઋષભ પંત
રિષભ પંત 2016 થી દિલ્હી કેપિટલ્સ સાથે હતો. પરંતુ હવે દિલ્હીએ તેને રિલીઝ કરી દીધો છે. તે આઈપીએલની હરાજીમાં ભાગ લેશે. 27 વર્ષીય પંત IPL 2025ની મેગા ઓક્શનમાં સામેલ થનાર સૌથી મોટા નામોમાંથી એક છે. પંત કેપ્ટનશિપ માટે સારો વિકલ્પ છે અને તે બેટિંગની સાથે વિકેટ કીપિંગમાં પણ નિપુણ છે.

અર્શદીપ સિંહ
અર્શદીપ સિંહ વર્તમાન હાલના બેસ્ટ T20 બોલરોમાંથી એક છે. તે નવા બોલ સાથે અને ડેથ ઓવરોમાં સારું પ્રદર્શન કરી શકે છે. અર્શદીપ T20 વર્લ્ડ કપ 2024માં સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. ઘણી ટીમોની નજર તેના પર છે.

કેએલ રાહુલ
લખનૌ સુપર જાયન્ટ્સ માટે સૌથી વધુ રન બનાવનાર કેએલ રાહુલને લખનૌએ રિલીઝ કરી દીધો છે અને તે આઇપીએલ 2025ની મેગા ઓક્શનમાં સામેલ થશે. પંતે અત્યાર સુધી આઈપીએલમાં 132 મેચમાં 4683 રન બનાવ્યા છે.

શ્રેયસ અય્યર
શ્રેયસ અય્યરે કોલકાતા નાઈટ રાઈડર્સ ને 2024 માં IPL ખિતાબ જીતાડવામાં મહત્વની ભુમિકા ભજવી હતી. જો કે તેમ છતાં કોલકાતાએ તેને રિલીઝ કરી દીધો છે. અય્યર એકમાત્ર એવા સુકાની છે જેણે IPLની બે ટીમોને ફાઇનલમાં પહોંચાડી છે. આ પહેલા તેણે પોતાની કપ્તાનીમાં દિલ્હી કેપિટલ્સને ફાઇનલમાં પહોંચાડી હતી. તેની કેપ્ટનશિપને કારણે તેને સારા રૂપિયા મળી શકે છે.

ઈશાન કિશન
મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2025ની મેગા ઓક્શન પહેલા વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશનને રિલીઝ કરી દીધો છે. કિશન એક આક્રમક ટોપ-ઓર્ડર વિકેટકીપર-બેટ્સમેન પણ છે જે થોડા બોલમાં મેચ બદલી શકે છે. IPL 2022ની મેગા ઓક્શનમાં તેને મુંબઈએ 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેને ખરીદવા માટે ઘણી ટીમો વચ્ચે લડાઈ થશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X