IPL Auction 2025: આ ત્રણ ખેલાડીઓમાંથી કોઈ એક બની શકે RCB નો કેપ્ટન
IPL Auction: આજે 24 નવેમ્બર અને કાલે 25 નવેમ્બર એમ બે દિવસ આઇપીએલની હરાજી થવાની છે. બે દિવસ ચાલનાર આ ઑક્શનમાં 574 ખેલાડીઓ પર ટીમ ફ્રેન્ચાઈઝીસ પોતાની બોલી લગાવશે. આ હરાજી પહેલાં ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challangers Bangalore- RCB) એ ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા છે, જેમાં વિરાટ કોહલી, રજત પાટીદાર અને યશ દયાલ સામેલ છે.

RCB એ ફાફ ડૂપ્લેસિસને રિલીઝ કરી દીધો છે, જે પાછલી સીઝનમાં આરસીબીનો કેપ્ટન હતો. એવામાં આરસીબીનો નવો કેપ્ટન કોણ બનશે તેના પર બધા જ ફેન્સની નજર છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટનની રેસમાં ત્રણ મોટા ખેલાડીઓ છે.
કેએલ રાહુલ
આરસીબીની કેપ્ટનની રેસમાં સૌથી આગળ કેએલ રાહુલ છે, જેમના પર આરસીબી મેનેજમેન્ટ દાવ લગાવી શકે છે. કેએલ રાહુલ ઘણો અનુભવી ખેલાડી છે, તે લખનઉ સુપર ઝાયન્ટ્સ અને પંજાબ કિંગ્સની કપ્તાની કરી ચૂક્યો છે. જ્યારે દિનેશ કાર્તિકે સન્યાસ લઈ લીધો છે ત્યારે હવે આરસીબીની ટીમને એક વિકેટકીપરની પણ જરૂર પડશે, અને કેએલ રાહુલ કર્ણાટકનો જ હોવાથી તેને આરસીબીના લોકલ ફેન્સ પણ ઈચ્છતા હશે કે રાહુલ આરસીબી તરફથી રમે અને કેપ્ટન બને.
ઋષભ પંત
આરસીબીના સંભાવિત કેપ્ટનની રેસમાં બીજું નામ ઋષભ પંતનું છે. પંત પણ વિકેટ કીપર બેટ્સમેન છે, તેથી તેઓ આરસીબીની બંને જરૂરત પૂરી કરી શકે છે. તેઓ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રહી ચૂક્યા છે.
પાછલી કેટલીક સીઝનથી તેમને કપ્તાનીનો અનુભવ છે. આરસીબી ઓછામાં ઓછા સાત મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમે છે, એવામાં અહીંની કંડીશન પંતને સૂટ કરે છે. ઈજાથી પરત આવ્યા બાદ પંત જબરદસ્ત ફોર્મમાં છે, એવામાં આરસીબી માટે ઋષભ પંત એક સારો વિકલ્પ બની શકે છે.
શ્રેયસ ઐય્યર
આ રેસમાં શ્રેયસ ઐય્યરનું નામ પણ સામેલ છે. અય્યરની કપ્તાનીમાં કેકેઆર ટીમે આઈપીએલની ટ્રોફી ઉઠાવી છે, એવામાં આરસીબીની ટીમ અય્યરને ટીમની કપ્તાની સોંપી આઈપીએલની ટ્રોફીનો અકાળ સમાપ્ત કરવાની કોશિશ કરી શકે છે. પાછલી સિઝનમાં ટીમને ખિતાબ અપાવ્યા પછી પણ કેકેઆરે અય્યરને રિલીઝ કરી દીધો છે.
વિરાટ કોહલી
જો કે આરસીબી પાસે પોતાના જૂના કેપ્ટન પાસે જવાનો વિકલ્પ પણ ખુલો છે. ટીમ વિરાટ કોહલીને પણ ફરીથી ટીમની કપ્તાની સોંપી શકે છે. કોહલી 143 મેચમાં આરસીબીની કપ્તાની કરી ચૂક્યા છે. તેઓ 2013થી 2021 ટીમના કેપ્ટન હતા. જે પછી ફાફે તેમની જગ્યા સંભાળી હતી.












Click it and Unblock the Notifications
