For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPLની એક મેચમાંથી થાય છે અધધધ 81 કરોડની કમાણી

IPLની એક મેચમાંથી થાય છે અધધધ 81 કરોડની કમાણી

|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટ ટીમે 2007માં ટી20 વિશ્વકપનું ઉદ્ઘાટન કર્યું અને ભારતમાં ટી20 ક્રિકેટની હવા વહેવા લાગી. વર્લ્ડ કપની ઠીક એક વર્ષ બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત થઈ. 2008થી ચાલી રહેલી આ પ્રતિયોગિતા 13 સિઝન પૂરી કરી ચૂકી છે. આ લીગની 14મી સીઝન 9 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. પાછલા 13 વર્ષોમાં આઈપીએલે એક લાંબી સફર ખેડી છે. આજે આઈપીએલ દુનિયામાં સૌથી અમીર ક્રિકેટ લીગના રૂપમાં ઓળખાય છે. આ આઈપીએલે કેટલાય ખેલાડીઓને રાતોરાત કરોડપતિ બનાવી દીધા છે. આજે આઈપીએલ માત્ર ક્રિકેટમાં જ નહિ બલકે દુનિયાની સૌથી અમીર લીગ પ્રતિયોગિતાઓમાની એક બનતી જઈ રહી છે. ત્યારે આવો આઈપીએલની કમાણી પર એક નજર ફેરવીએ.

એક મેચની કમાણી 81 કરોડ રૂપિયા

એક મેચની કમાણી 81 કરોડ રૂપિયા

આઈપીએલની કમાણી હરેક સિઝનમાં વધી રહી છે. 2019માં 47500 કરોડ રૂપિયાની કમાણી હતી, જ્યારે 2020માં કોરોના કાળના કારણે કમાણીમાં થોડો ઘયાડો આવ્યો હતો, ત્યારે 45,800 કરોડની કમાણી થઈ હતી. સાથે જ આઈપીએલની એક સિઝનમાં લગભગ 60 મેચ રમાય છે. બીજા શબ્દોમાં કહીએ તો એક મેચમાં 81 કરોડ જેટલા રૂપિયાની આવક થાય છે. આ આંકડાને જોતાં આઈપીએલ વિશ્વ પ્રસિદ્ધ બાસ્કેટોલ લીગ એનબીએ અને બેસબોલ લીગ એમએલબીથી આગળ છે. આઈપીએલ બાદ વર્તમાનમાં ઈંગ્લિશ પ્રીમિયર લીગ, લા લીગા અને એનએફએલ છે. તેમાં પણ આઈપીએલ ઈંગ્લિશ પ્રીમિયર લીગ અને લા લીગાની થોડી નજીક છે. પરંતુ એનએફએલ પ્રતિયોગિતાથી બહુ આગળ છે.

સૌથી વધુ કમાતી લીગ

સૌથી વધુ કમાતી લીગ

હાલ એનબીએનો પ્રતિ વ્યક્તિ 66 કરોડનું રાજસ્વ છે. MLBનો પ્રતિપક્ષ 34 કરોડ રૂપયા છે. ઈંગ્લિશ પ્રીમિયર લીગનું રાજસ્વ 136 કરોડ રૂપિયા અને લા લીગાનું 101 કરોડ છે. શીર્ષ રેંક વાળી એનએફએલ પ્રતિ મેચ 364 કરોડ રૂપિયાની કમાણી કરે છે.

સૌથી અમીર લીગ

સૌથી અમીર લીગ

એનબીએ બાસ્કેટ લીગમાં આખા સત્રમાં 30 ટીમ વચ્ચે 1200થી વધુ મેચ છે. લીગ સિઝન ડિસેમ્બરમાં શરૂ થાય છે અને જુલાઈમાં સમાપ્ત થાય છે. આ ઉપરાંત MLB હર વર્ષે 2000થી વધુ મેચની મેજબાની કરે છે. ઈંગ્લિશ પ્રીમિયર લીગમાં એક સિઝનમાં 380 મેચ હોય છે. આઈપીએલની હરેક સિઝનમાં લગભગ 60 મેચ રમાય છે. સાથે જ આઈપીએલ આ અન્ય લીગ પ્રતિયોગિતાઓની સરખામણીએ ઓછા દિવસ રહે છે. આઈપીએલની અવધી લગભગ 2 મહિના છે, આ અન્ય લીગ ટૂર્નામેન્ટ 3 મહિનાથી વધુ સમય ચાલે છે. જો કે આગામી સમયમાં આઈપીએલમાં ટીમોની સંખ્યા વધી શકે છે, માટે મેચની સંખ્યા પણ વધી શકે છે. માટે જો આઈપીએલ આગળ વધે છે તો, તેને દુનિયાની શીર્ષ ત્રણ સૌથી અમીર લીગ પ્રતિયોગિતામાં સામેલ કરી શકાય છે.

IPL 2020માં સૌથી વધુ વેલ્યૂએશન વાળી ત્રણ ટીમ

IPL 2020માં સૌથી વધુ વેલ્યૂએશન વાળી ત્રણ ટીમ

  • મુંબઈ ઈન્ડિયન્સ- 761 કરોડ રૂપિાયા
  • ચેન્નઈ સુપર કિંગ્સ- 611 કરોડ રૂપિયા

IPL 2021: શું પંજાબ કિંગ્સના ઑલરાઉન્ડર્સની ફોજ ખિતાબ જીતાવી શકશે?IPL 2021: શું પંજાબ કિંગ્સના ઑલરાઉન્ડર્સની ફોજ ખિતાબ જીતાવી શકશે?

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
An IPL match earns around Rs 81 crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X