IPL Final 2024 : ફાઈનલ મુકાબલામાં ટોસ કોણ જીત્યુ? જાણો બન્ને પ્લેઈંગ ઈલેવન

IPL 2024ની ફાઈનલ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાવા જઈ રહી છે. આ મુકાબલો જીતીને બંને ટીમો ટ્રોફી જીતવાનો પ્રયાસ કરશે.

પેટ કમિન્સની કેપ્ટન્સીમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ આ સિઝનમાં અલગ અંદાજમાં રમતી જોવા મળી રહી છે. બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે પણ પોતાના પ્રદર્શનની અસર છોડી છે.

IPL Final 2024

આઈપીએલના ફાઈવન મુકાબલા માટે બન્ને ટીમો તૈયાર છે. આ મુકાબલામાં હૈદરાબાદે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

જો આપણે બંને ટીમો વચ્ચે હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમનું પલ્લુ ભારે છે. IPLમાં અત્યાર સુધી બંને ટીમો વચ્ચે કુલ 27 મેચ રમાઈ છે. જેમાંથી કોલકાતા નાઈટ રાઈડર્સે 18 મેચ જીતી છે જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે 9 મેચ જીતી છે.

પીચ વિશે વાત કરીએ તો સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી ક્વોલિફાયર 2 મેચ દરમિયાન ચેન્નાઈની પીચ પર ઝાકળ નહોતી. જેના કારણે બીજા દાવમાં સ્પિનરોને જબરદસ્ત મદદ મળી.

જો આજે પણ ઝાકળ નહીં આવે તો બીજા હાફમાં સ્પિન બોલરોને ફાયદો મળી શકે છે. જેમ જેમ આ પીચ પર રમત આગળ વધશે તેમ તેમ પીચ ધીમી થતી જશે. આ સ્થિતિમાં પછીથી અહીં મોટા શોટ મારવા સરળ નહીં રહે.

સંભવિત પ્લેઈંગ ઈલેવન
કોલકત્તા નાઈટ રાઈડર્સ : સુનિલ નારાયણ, રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિચેલ સ્ટાર્ક, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.

સનરાઈઝર્સ હૈદરાબાદ : ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, નીતિશ રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટમેન), અબ્દુલ સમદ, પેટ કમિન્સ (સી), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, ટી નટરાજન.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X