IPL Mega Auction : ક્યારે અને ક્યાં યોજાશે આઈપીએલ 2025 મેગા ઓક્શન? સામે આવી ગઈ તમામ વિગતો

IPL 2025 Mega Auction : આઈપીએલ 2025 માટે રિટેન્શન પિરિયડ પુરો થયા બાદ હવે મેગા ઓક્શન પર તમામની નજર છે.

આ વખતે આઈપીએલ મેગા ઓક્શનમાં ઘણા ખેલાડીઓ પર કરોડો રૂપિયાનો વરસાદ થશે. તમામ ફ્રેન્ચાઈઝી ટીમોને મજબુત બનાવવા મોટા રૂપિયા ખર્ચ કરશે. બીસીસીઆઈએ આઈપીએલ મેગા ઓક્શનની તારીખોની જાહેરાત કરી દીધી છે.

IPL 2025 Mega Auction

જણાવી દઈએ કે, આઈપીએલ મેગા ઓક્શનમાં ભાગ લેનારા ખેલાડીઓની યાદી પણ જાહેર થઈ ગઈ છે. આ વખતે કુલ 574 ખેલાડીઓ હરાજીમાં ભાગ લેશે. આમાંથી 366 ભારતીય અને 208 વિદેશી ખેલાડીઓ છે.

હાલમાં જ IPL 2025 મેગા ઓક્શન માટે બે તારીખોની જાહેરાત કરવામાં આવી છે. મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાશે. હરાજી ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે શરૂ થશે. આઈપીએલની સત્તાવાર વેબસાઈટ પર આની જાહેરાત કરવામાં આવી છે.

IPL 2025 માં યુવા ખેલાડીઓ માટે સારી તક છે. ભારતના 318 અનકેપ્ડ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 12 અનકેપ્ડ વિદેશી ખેલાડીઓ પણ સામેલ છે. 574 ખેલાડીઓની યાદીમાંથી માત્ર 204 ખેલાડીઓ એવા હશે જેમનું નસીબ ચમકશે. જેમાંથી 70 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે હશે. ખેલાડીઓની મહત્તમ બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા છે. આ બેઝ પ્રાઇસ સાથે 81 ખેલાડીઓ હરાજીમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X