IPL mystery girl : કોણ છે ધોનીના કારણે રાતોરાત સ્ટાર બની ગયેલી ખુબસુરત યુવતી? સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ

IPL mystery girl : ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં મહેન્દ્ર સિંહ ધોનીનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલુ છે. ધોનીએ પોતાની શાંત અને મજબૂત નેતૃત્વ ક્ષમતાથી ભારતને ઘણી મોટી જીતો અપાવી છે.

2007નો T20 વર્લ્ડ કપ, 2011નો ODI વર્લ્ડ કપ અને 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી તેની સફળતાઓનો માત્ર એક નમૂનો છે. આજે ભલે ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ચૂક્યો છે પરંતુ IPL માં આજે પણ તેનો ઝલવો બરકરાર છે.

IPL Mystery Girl

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન તરીકે ધોની આજે પણ ચાહકોના દિલ પર રાજ કરે છે. IPLમાં તેનો દરેક શોટ, દરેક મેસેજ અને દરેક બોલ પર કરેલો ફોકસ ફેન્સ માટે ઉત્સાહનો વિષય બને છે.

દરેક મેચ દરમિયાન સ્ટેડિયમ દર્શકોથી ખચાખચ ભરાઈ જાય છે, જેમાં કેટલાક ખાસ ચહેરા સોશિયલ મીડિયાના માધ્યમથી રાતોરાત લોકપ્રિય બની જાય છે.

હાલમાં જ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન એવું જ એક દ્રશ્ય જોવા મળ્યું. મહેન્દ્ર સિંહ ધોનીના આઉટ થવાને પગલે એક યુવતીની પ્રતિક્રિયા કેમેરામાં કેદ થઈ અને પળોમાં વાયરલ થઈ ગઈ.

આ યુવતીનો રિએક્શન એટલુ ભાવનાત્મક અને દિલથી જોડાયેલુ હતુ કે સોશિયલ મીડિયા યુઝર્સ એને જોઈને ઉત્સાહિત થઈ ગયા. કેટલાંક યુઝર્સે તેને ધોનીની સૌથી મોટી ફેન તરીકે પણ ઓળખાવી.

વીડિયોમાં જોવા મળ્યું કે ધોની આઉટ થાય છે અને તરત જ યુવતીનો ચહેરો ઉતરી જાય છે. આંખોમાં નિરાશાની લાગણી અને તેને જોઈ શકાય એવી વેદનાએ લોકોના દિલ જીતી લીધાં.

જેમ જેમ વીડિયો વાયરલ થયો તેમ તેમ લોકો આ યુવતી વિશે જાણવામાં રસ લેવા લાગ્યા. થોડા જ સમય બાદ ખબર પડી કે આ યુવતીનું નામ છે આર્યપ્રિયા ભુયાન છે. આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરનું પહેલાનું ફોલોઅર્સ બેઝ લગભગ 16 હજાર જેટલું હતું. પરંતુ ધોનીના આઉટ થતા એ વિડિયોના કારણે રાતોરાત તેના ફોલોઅર્સમાં ઉછાળો આવ્યો.

તેણી હવે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ છે અને અનેક સ્પોર્ટ્સ પેજ તથા મીમ પેજ પર તેની તસવીરો અને વીડિયોઝ શેર થઈ રહ્યા છે. આર્યપ્રિયાના ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા ધોનીના આઉટ થવાના કારણે ભારે વધી ગઈ.

લોકો તેનો વીડિયો વારંવાર શેર કરવા લાગ્યા અને તેના અકાઉન્ટને ફોલો કરવા લાગ્યા. કેટલીક મિનિટોમાં જ લાખોની સંખ્યામાં વ્યૂઝ અને શેર મળી ગયા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X