IPL 2026: આઈપીએલનો હિસ્સો રહી ચૂકેલા આ 3 દિગ્ગજ ખેલાડીઓ હવે દુનિયામાં નથી, જાણો કોણ છે આ નામ
IPL 2026: આઈપીએલ વિશ્વની બીજી સૌથી મોંઘી સ્પોર્ટ્સ લીગ છે, જેમાં રમવાનું સપનું દરેક ક્રિકેટરનું હોય છે. છેલ્લા 19 વર્ષથી ચાલી રહેલી આ ક્રિકેટ લીગમાં દેશ-વિદેશના અનેક સિતારાઓ રમ્યા છે. રમવા ઉપરાંત કોચિંગ સ્ટાફમાં પણ પોતાની સેવાઓ આપીને પોતાનો પ્રવાસ યાદગાર બનાવ્યો છે. પરંતુ આ લીગ સાથે જોડાયેલા ત્રણ એવા સિતારાઓ છે, જેઓ હવે આપણી વચ્ચે નથી.
આ ત્રણેય દિગ્ગજો વિદેશી ધરતીના છે અને પોતાના સમયમાં ક્રિકેટ જગતના દિગ્ગજ રહ્યા છે. જેમાંથી બેને ખેલાડી તરીકે તક મળી હતી અને એક ખેલાડી કોચિંગ સ્ટાફનો ભાગ રહ્યા હતા. ચાલો જાણીએ આ ત્રણ નામ અને તેમના નિધન પાછળના કારણો.

શેન વોર્ન
આઈપીએલના ઈતિહાસમાં શેન વોર્નનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. 2008માં પ્રથમ સીઝનમાં જ એક યુવા ટીમ સાથે રાજસ્થાન રોયલ્સને ચેમ્પિયન બનાવીને તેમણે દુનિયાને ચોંકાવી દીધી હતી. માર્ચ 2022માં થાઈલેન્ડમાં હાર્ટ એટેક આવવાને કારણે તેમનું અચાનક નિધન થયું હતું, તે સમયે વોર્નની ઉંમર માત્ર 52 વર્ષ હતી. રાજસ્થાન રોયલ્સના વેચાણ પર શેન વોર્નના પરિવારને 460 કરોડ રૂપિયા મળશે કારણ કે તેમના કરારમાં શેર (હિસ્સા)નો ઉલ્લેખ હતો.
એન્ડ્રુ સાયમન્ડ્સ
ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજ ઓલરાઉન્ડરે આઈપીએલમાં પોતાની આક્રમક બેટિંગથી ધૂમ મચાવી હતી. તેઓ ડેક્કન ચાર્જર્સ અને મુંબઈ ઈન્ડિયન્સનો મહત્વનો હિસ્સો રહ્યા હતા. મે 2022માં એક માર્ગ અકસ્માતમાં સાયમન્ડ્સનું મોત થયું હતું. સાયમન્ડ્સ ડેક્કન ચાર્જર્સની વિજેતા ટીમની પ્લેઈંગ ઈલેવનમાં પણ સામેલ હતા. કોઈએ વિચાર્યું ન હતું કે તેઓ આટલી જલ્દી દુનિયાને અલવિદા કહી દેશે, તે સમયે તેઓ માત્ર 46 વર્ષના હતા.
હીથ સ્ટ્રીક
ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીકે આઈપીએલમાં પોતાની બોલિંગ વ્યૂહરચનાથી ઘણી ટીમોને મજબૂત બનાવી હતી. તેઓ ગુજરાત લાયન્સ (2016-2017) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (2018) ના બોલિંગ કોચ રહ્યા હતા. વર્ષ 2023માં કેન્સર સામે લાંબી લડાઈ હાર્યા બાદ 49 વર્ષની વયે તેમનું નિધન થયું હતું.












Click it and Unblock the Notifications
