AFG vs PAK: ઈરફાન પઠાણે આખા સ્ટેડિયમ વચ્ચે રાશિદ ખાન સાથે કર્યો ડાંસ, પૂરુ કર્યુ વચન, જુઓ Video
Afghanistan vs Pakistan: ભારતીય ચાહકો ઉપરાંત ભૂતપૂર્વ ક્રિકેટરો પણ અફઘાનિસ્તાન ટીમના સારા પ્રદર્શનની પ્રશંસા કરે છે અને ખુશી પણ વ્યક્ત કરે છે. પાકિસ્તાન સામે અફઘાનિસ્તાનની જીત બાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી ઈરફાન પઠાણે ઉજવણી કરી અને ભાંગડા કર્યા.
રાશિદ ખાને ઈરફાન પઠાણ પાસે આ માંગણી કરી હતી અને પઠાણે કહ્યું હતું કે જીત બાદ હું ડાંસનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીશ. પાકિસ્તાનની ટીમને અફઘાનિસ્તાને 8 વિકેટે હરાવ્યુ અને ત્યારબાદ ઈરફાન પઠાણે પોતાનું આપેલુ વચન પૂરું કર્યુ.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં ઈરફાન પઠાણે લખ્યું છે કે રાશિદ ખાને પોતાનું વચન પૂરું કર્યું અને મે મારુ વચન પૂરુ કર્યુ. શાબાશ છોકરાઓ. નોંધનીય છે કે આ વીડિયોમાં ઈરફાન પઠાણ સાથે રાશિદ ખાન પણ ડાંસ કરી રહ્યો છે અને બંને એકબીજાને ગળે લગાવે છે.
પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાની ટીમે અફઘાનિસ્તાન ટીમને 283 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ પછી અફઘાનિસ્તાને બેટિંગનો ઘણો આનંદ લીધો અને ધીરજ સાથે રમ્યું. અફઘાનિસ્તાને જોરદાર જવાબ આપ્યો અને 49મી ઓવરમાં જીત નોંધાવીને ઈતિહાસ રચ્યો. અફઘાનિસ્તાને ODI ઈતિહાસમાં પહેલીવાર પાકિસ્તાની ટીમને હરાવ્યું. તેમના માટે ગુરબાઝ, ઈબ્રાહિમ ઝદરાન અને રહેમત શાહની અડધી સદી જોવા મળી હતી.
Irfan Pathan and Rashid Khan dancing together after the match.
— CricketMAN2 (@ImTanujSingh) October 23, 2023
- This is beautiful. pic.twitter.com/DLWeXiQ5VM












Click it and Unblock the Notifications
