'ડીજે વાલે બાબૂ' વાળી ગર્લને ડેટ કરી રહ્યો છે હાર્દિક પંડ્યા
'ડીજે વાલે બાબૂ' વાળી ગર્લને ડેટ કરી રહ્યો છે હાર્દિક પંડ્યા
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફરી એકવાર અફેરને લઈ ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં ચાલી રહેલ ચર્ચા મુજબ હાર્દિક પંડ્યાને સર્બિયન મોડેલ નતાશા સ્ટેનકોવિક ડેટ કરી રહી છે. આ મોડેલ એજ છે જે રેપર બાદશાહા ગીત ડીજે વાલે બાબૂમાં એક્ટિંગ કરતી જોવા મળી હતી. કૉફી વિથ કરણ બાદ તેણે ભારે આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. ત્યાં સુધી કે તેના અંગત મિત્રોએ પણ તેનાથી દૂરી બનાવવા લાગ્યા. પરંતુ હવે ચર્ચા છે કે નતાશાના રૂપમાં હાર્દિક પંડ્યાને નવી હમસફર મળી ગઈ છે. સોશિયલ મીડિયામાં આવી રહેલ ચર્ચા મુજબ હાર્દિક પંડ્યા ફરી એકવાર પ્રેમમાં ડૂબી ગયો છે, તે આ સુંદર મોડેલ પર દિલ હારી ચૂક્યો છે.

આ મોડેલ પર દિલ આવી ગયું
બિગ બૉસના ઘરેથી ખૂબસૂર સર્બિયન મોડેલ નતાશા સ્ટેનકોવિક સાથે હાર્દિકનું હવે નામ જોડાવામાં આવી રહ્યું છે. સૂત્રો મુજબ હાર્દિક પંડ્યા એક્ટ્રેસ નતાશા સ્ટૈનકોવિકને ડેટ કરી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પોતાની નવી ગર્લફ્રેન્ડને લઈ ઘણો ગંભીર છે. તે પોતાના પરિવારજનોને નતાશા સાથે મળાવી ચૂક્યો છે. પાછલા દિવસોમાં મુંબઈના બાંદ્રામાં તે નતાશાને લઈ પહોંચ્યો હતો. આ પાર્ટીનું આયોજન તેના મિત્રોએ કર્યું હતું. આ પાર્ટીમાં હાર્દિક પંડ્યાનો ભાઈ કૃણાલ પંડ્યા અને તેની ભાભી પંખુડી શર્મા પણ હાજર હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ હાર્દિકે પાર્ટીમાં નતાશાને પોતાની ગર્લફ્રેન્ડ તરીકે મળાવી હતી.

કોણ છે આ મોડેલ
મૂળ રૂપે સર્બિયાની રહેવાસી નતાશાએ 3 વર્ષની ઉંમરથી જ ડાંસ સીખવાનું શરૂ કરી દીધું હતું. 2010માં સ્પોર્ટ્સ સર્બિયાનો ખિતાબ જીત્યા બાદ નતાશાએ સ્પોર્ટ્સના ક્ષેત્રમાં જ કરિયર બનાવવાનો ફેસલો કર્યો. નચ બલિયે 9માં ભાગ લઈ રહેલ નતાશા એલી ગોનીની પણ ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે. પાછલા દિવસોમાં તેનું નામ પ્રિયાંક શર્મા સાથે પણ જોડાયું હતું.

આ કારણે ચર્ચાને હવા મળી
જણાવી દઈએ કે બંનેના સંબંધને લઈ લાંબા સમયથી અટકળો લગાવવામાં આવી રહી છે. આ અહેવાલોને ત્યારે વધુ હવા મળી જ્યારે નતાશાએ હાર્દિકના જન્મદિવસ પર પોતાના સોશિયલ મીડિયાથી લાંબો બર્થડે વિશ મેસેજ શેર કર્યો હતો. જો કે કોઈના તરફથી પણ હજુ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. હાર્દિક પંડ્યા કરણ જોહરના શો કોફી વિથ કરણમાં મહિલાઓને લઈ કરવામાં આવેલ ટિપ્પણીને લઈને પણ ભારે વિવાદોમાં હતો. હાર્દિકે શો પર મહિલાઓને લઈ અભદ્ર વાતો કહી દીધી હતી જે બાદ તેને ટ્રોલ કરવામાં આવ્યો હતો. છતાં મહિલાઓમાં તેના પ્રત્યે દીવાનગી ઘટી નથી. અત્યાર સુધીમાં તે કેટલીય બી-ટાઉન બ્યૂટીઝને ડેટ કરી ચૂક્યો છે. જેમાં ઈશા ગુપ્તા, એલી અવરામ અને ઉર્વશી રૌતેલાનું નામ સામેલ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
