For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 10:મુંબઈ અને પુણે સુપરજાઇન્ટ વચ્ચે ફાઇનલમાં પ્રવેશ માટે ટક્કર

બન્ને ટીમમાંથી જે આજની મેચ જીતશે, તેને સીધો ફાઇનલમાં પ્રવેશ મળશે. જો કે, હારનાર ટીમને પણ ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક મળશે.

By Chhatrasingh Bist
|
Google Oneindia Gujarati News

આઇપીએલ 10ના આજના એટલે કે મંગળવારના મુકાબલામાં પ્રથમ ક્વોલિફાયર મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટ વચ્ચે રમાશે. આ મેચ મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં રાત્રે 8 કલાકે શરૂ થશે. જે આજની મેચ જીતશે તે ટીમને સીધો ફાઇનલમાં પ્રવેશ મળશે. જો કે, હારનાર ટીમને પણ ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક મળશે.

ipl

આ સિઝનમાં અત્યાર સુધી મુંબઇની ટીમનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. મુંબઇની ટીમે બે વખત પુણેને રાઉન્ડ રોબિન મુકાબલામાં હરાવ્યું હતું. તે આજે પણ પુણને હરાવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. આજની મેચ આમ પણ હોમ ગ્રાઉન્ડમાં રમાવાની હોવાથી મુંબઈને તેનો લાભ મળી શકે છે.

બીજી બાજુ, બેન સ્ટોક્સ વગર મેદાનમાં રમવા ઉતરાનાર પૂણે ટીમે ઘણા ઉતાર ચઢાવ છતાં આ સિઝનમાં વાપસી કરી છે. આજની મેચમાં તે કોઇ ભૂલ નહીં કરે અને ફક્ત જીત ધ્યાન કેન્દ્રિત કરશે એમ માનવામાં આવી રહ્યું છે.

રોહિતની મુંબઈની ટીમ સંપૂર્ણપણે સંતુલિત છે, તેની ટીમમાં લેન્ડલ સિમોન્સ, કિરન પોલાર્ડ, પાર્થિવ પટેલ, નિતીશ રાણા, હાર્દિક પંડ્યા, કૃણાલ પાંડ્યા, મલિંગા, જસપ્રિત બુમરાહ અને હરભજન સિંહ જેવા ખેલાડી છે. ત્યાં બીજી બાજુ પુણેની ટીમમાં સ્મિથ પાસે રાહુલ ત્રિપાઠી, અજિંક્ય રહાણે, મહેન્દ્રસિંહ ધોની, મનોજ તિવારી, જયદેવ ઉનડકટ અને એડમ જંપા જેવા ખેલાડીઓ છે, જે ગમે ત્યારે ગેમ ચેન્જ કરવા સક્ષમ છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
It is time for Qualifier 1 in IPL 2017. Mumbai face Pune at the Wankhede Stadium on Tuesday (May 16)
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X