Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Jasprit Bumrah Records : બુમરાહે પડાવી બુમ, છ બોલમાં જ બનાવ્યો ખાસ રેકોર્ડ

Jasprit Bumrah Records : આયર્લેન્ડ સામે રમાઇ રહેલી ટી20 સિરીઝનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ કેપ્ટન છે. જસપ્રીત બુમરાહે પહેલી મેચમાં બુમ પડાવી હતી. તેણે છ બોલમાં જ એક રેકોર્ડ બનાવ્યો છે. પહેલી મેચમાં જસપ્રીત બુમરાહે ચાર ઓવરના સ્પેલમાં 24 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

લગભગ એક વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરનાર બુમરાહે પ્રથમ છ બોલમાં જ પોતાની ફિટનેસ અને લયને લઈને ઉઠતા પ્રશ્નોનો અંત લાવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પહેલી જ ઓવરમાં બે વિકેટ લઈને સ્પેશિયલ ક્લબમાં પણ પોતાની જગ્યા બનાવી લીધી છે.

Jasprit Bumrah

જસપ્રીત બુમરાહે કર્યું મોટું પરાક્રમ - જસપ્રિત બુમરાહે તેની પ્રથમ ઓવરમાં જ બે આયરિશ બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. મેચના બીજા બોલ પર બુમરાહે એન્ડ્રુ બલબિર્નીને ક્લીન બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો, પછી બરાબર બે બોલ બાદ તેણે લોર્કન ટકરની ઇનિંગનો અંત લાવ્યો. ટી20 ક્રિકેટના ઈતિહાસમાં બુમરાહ મેચની પ્રથમ ઓવરમાં બે વિકેટ લેનારો ભારતનો ચોથો બોલર બની ગયો છે.

ત્રણ બોલર જ કરી શક્યા આ કારનામું - ભારત તરફથી T20 ઈન્ટરનેશનલમાં પ્રથમ ઓવરમાં બે વિકેટ લેવાની સિદ્ધિ માત્ર ત્રણ બોલર જ કરી શક્યા છે. રવિચંદ્રન અશ્વિને 2016માં શ્રીલંકા સામે પ્રથમ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી.

આવા સમયે વર્ષ 2022માં ભુવનેશ્વર કુમારે અફઘાનિસ્તાન સામે આ કારનામું કર્યું હતું. આવા સમયે હાર્દિક પંડ્યાએ તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી.

ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડને હરાવ્યું - જસપ્રીત બુમરાહની કપ્તાનીમાં ભારતીય ટીમે ડકવર્થ-લુઈસ પદ્ધતિની મદદથી આયર્લેન્ડ સામેની પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં 2 રને હારનો સ્વાદ ચાખ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા યજમાન ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 139 રન બનાવ્યા હતા.

બોલિંગમાં જસપ્રીત બુમરાહ ઉપરાંત પ્રખ્યાત કૃષ્ણાએ પણ ભારત તરફથી બે વિકેટ ઝડપી હતી. 140 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 6.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 47 રન બનાવ્યા હતા, જ્યારે વરસાદે મેચમાં વિક્ષેપ પાડ્યો હતો અને તે પછી એક પણ બોલ રમી શકાયો ન હતો. અત્રે નોંધનીય છે કે, ડકવર્થ-લુઈસ નિયમનો ઉપયોગ કરીને ભારતને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X