ભારત વિરુદ્ધ ટી20 સિરીઝથી બહાર થઈ શકે છે જોફ્રા આર્ચર

ભારત વિરુદ્ધ ટી20 સિરીઝથી બહાર થઈ શકે છે જોફ્રા આર્ચર

ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર એલ્બો ઈન્જરીથી પીડાઈ રહ્યા છે, એવામાં ભારત સામેની આગામી ટી20 સિરીઝથી આર્ચર બહાર થઈ શકે છે. જણાવી દઈએ કે આર્ચરની આ ઈજા સૌથી પહેલા 2020માં દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં થઈ હતી, જે બાદ આર્ચરના રમવા પર સવાલો ઉઠ્યા હતા. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 12 માર્ચથી ટી20 સિરીઝ શરૂ થઈ રહી છે, પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

ind vs eng

જણાવી દઈએ કે એલ્બો ઈન્જરીના કારણે આર્ચરે ભારત સામે આખરી ટેસ્ટ મેચ નહોતી રમી. અગાઉ 2020માં તેમની આ ઈજા સામે આવી હતી. આ વચ્ચે ઈંગ્લેન્ડના કોચ ક્રિસ સિલ્વરવુડે કહ્યું કે આર્ચર હાલ નહિ રમે, આ મામલે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડની મેડિકલ ટીમ સાથે ચર્ચા કરી છે. ટી20માં આર્ચરના રમવા પર હજી કોઈ ફેસલો નથી લેવાયો, તેમને મોનિટર કરાયા બાદ જ અંતિમ ફેસલો લેવામાં આવશે. હાલ આર્ચરની ઈજા પર મેડિકલ ટીમ કામ કરી રહી છે. અમે તેમની ઈજામાં સુધારાને મોનિટર કરશું અને તે બાદ જ ફેસલો લેશું.

સિલ્વરવુડે કહ્યું કે આર્ચર હાલ વ્હાઈટ બોલથી ટીમ સાથે પ્રેક્ટિસ કરી રહ્યો છે. આગળ શું ફેસલો લેવો તેના પર મેડિકલ ટીમ મંતવ્ય જણાવશે, કઈ રીતે આગળ વધી શકીએ તે જોશું. હું ઈચ્છું છું કે જોફ્રા આર્ચર ક્રિકેટના ત્રણેય ફોર્મેટ માટે ફિટ રહે. હું ઈચ્છું છું કે તેમનું ટેસ્ટ કરિયર લાંબુ અને સફળ થાય. જણાવી દઈએ કે ભારતમાં ટેસ્ટ સિરીઝમાં આર્ચરનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું રહ્યું. તેમણે કુલ 35.1 ઓવર બોલિંગ કરી છે. ત્રીજી ટેસ્ટમાં તેમમે માત્ર પાંચ ઓવર બોલિંગ કરી. બીજી ટેસ્ટ મેચ આર્ચર નહોતો રમ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X