For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs ENG: ગૌતમ ગંભીરે જણાવ્યું, કયા બોલરથી ભારતને ખતરો

IND vs ENG: ગૌતમ ગંભીરે જણાવ્યું, કયા બોલરથી ભારતને ખતરો

|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં જ ઓસ્ટ્રેલિયા પ્રવાસથી ટેસ્ટ સિરીઝ જીતીને ઘરે પરત ફરી છે હવે ઘરેલૂ મેદાનમાં ઈંગ્લેન્ડ સામે તેમનો સામનો થશે. ચાર ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચ 5 ફેબ્રુઆરીએ રમાશે, જેમાં ઈંગ્લેન્ડ ટીમ વિરાટ સેનાને પસ્ત કરવા માટે પૂરું જોર લગાવશે. જો કે ભારતીય ટીમનું પલડું ભારી જોવા મળી રહ્યું છે. પરંતુ છતાં પણ ભારતીય ટીમના પૂર્વ સલામી બેટ્સમેન ગૌતમ ગંભીરે ભારતીય બેટ્સમેનોને સાવધાન કર્યા છે. તેમણે એક એવા ઈંગ્લિશ બોલરનું નામ જામવ્યું જે ભારતીય ટીમ માટે ખતરો બની શકે છે.

ind vs eng

ગૌતમ ગંભીર મુજબ ભારતીય ટીમને જોફ્રા આર્ચરથી સૌથી વધુ ખતરો રહેશે. તેમમે સ્ટાર સ્પોર્ટ્સના ગેમ પ્લાન શોમાં મેચને લઈ વાત કરતા કહ્યું કે જોફ્રા આર્ચર એક એવા બોલર છે જે ભારતની સિરીઝ જીતવાની ઉમ્મીદોને ઝાટકો આપી શકે છે. ગંભીરે કહ્યું કે, મને લાગે છે કે જોફ્રા આર્ચર સૌથી ખતરનાક હશે. જો તમે આ સમયે વર્લ્ડ ક્રિકેટને જુઓ તો માત્ર ત્રણ કે ચાર બોલર જ ટૉપ પર છે. પેટ કમિંસ, કગિસો રબાડા, જસપ્રીત બુમરાહ અને જોફ્રા આર્ચર. જો કે તેઓ ઉપમહાદ્વીપમાં પહેલીવાર ક્રિકેટ રમશે.

તેમણે આગળ કહ્યું કે વિરોધી ટીમ કેપ્ટન વિરાટ કોહલીને જલદી આઉટ કરવાનો પ્રયાસ કરશે. તેમના મુજબ ઈંગ્લેન્ડના બોલરની રણનીતિ હશે કે તેઓ આસાનીથી રન ના બનવા દે. જણાવી દઈએ કે આર્ચરે અત્યાર સુધીમાં 11 મેચમાં કુલ 38 વિકેટ ચટકાવી છે. જો કે તેમણે અત્યાર સુધી મોટાભાગની ટેસ્ટ મેચ તેજ બોલરને મદદ કરતી પીચ પર જ રમી છે પરંતુ આઈપીએલમાં તેમનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. એવામાં આગામી ટેસ્ટ સિરીઝમાં તેઓ ભારત માટે ખતરો બની શકે છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ફેબ્રુઆરીથી ચાર મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપના હિસાબે આ મુકાબલો ઘણો મહત્વપૂર્ણ છે. જો ભારતે સિરીઝમાં જીત હાંસલ કરી તો તે ફાઈનલમાં પ્રવેશ કરી લેશે જ્યાં ન્યૂઝીલેન્ડ સામે તેનો સામનો થશે.

IND vs ENG: કેવિન પિટરસને જણાવ્યુ કેમ ભારત જીતવા જઇ રહ્યું છે ટેસ્ટ સીરીઝIND vs ENG: કેવિન પિટરસને જણાવ્યુ કેમ ભારત જીતવા જઇ રહ્યું છે ટેસ્ટ સીરીઝ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Jofra Archer is threat to indian team says gautam gambhir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X