Keshav Maharaj : કેશવ મહારાજે રચ્યો ઈતિહાસ, તોડ્યો 64 વર્ષ જૂનો રેકોર્ડ
Keshav Maharaj : દક્ષિણ આફ્રિકાના અનુભવી ઓલરાઉન્ડર કેશવ મહારે પ્રોટીઝ માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવીને ઈતિહાસ રચ્યો છે. આ રેકોર્ડ અગાઉ પૂર્વ ક્રિકેટર હ્યુ ટેફિલ્ડના નામે હતો.
હ્યુ ટેફિલ્ડે 1949 અને 1960 વચ્ચે 37 ટેસ્ટ મેચ રમી હતી અને 61 ઇનિંગ્સમાં 25.91ની એવરેજથી 170 વિકેટ લીધી હતી.
કેશવ મહારાજે ચમત્કાર કર્યો - કેશવ મહારાજે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં ત્રણ વિકેટ લઈને ટેફિલ્ડને પાછળ છોડી દીધું હતું.
આ સિદ્ધિ સાથે, ટેસ્ટ ક્રિકેટમાં તેની કુલ વિકેટની સંખ્યા વધીને 171 થઈ ગઈ છે. કેશવ મહારાજની જોરદાર બોલિંગને કારણે દક્ષિણ આફ્રિકા 40 રનથી મેચ જીતવામાં સફળ રહ્યું છે.
કેશવ મહારાજની ટેસ્ટ કરિયર - 2016માં ડેબ્યૂ કર્યા બાદ કેશવ મહારાજ દક્ષિણ આફ્રિકા માટે 52 ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે. આ મેચોમાં તેણે 87 ઇનિંગ્સમાં 30.78ની એવરેજથી 171 વિકેટ ઝડપી છે.
તેની બોલિંગ ઉપરાંત, મહારાજે બેટથી પણ યોગદાન આપ્યું છે, તેણે 83 ઇનિંગ્સમાં 14.74ની એવરેજથી 1135 રન બનાવ્યા છે, જેમાં પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે. તેનો સર્વોચ્ચ સ્કોર 84 રન છે.
બીજી ટેસ્ટ મેચમાં વિજય - દક્ષિણ આફ્રિકાએ બીજી ટેસ્ટ મેચ 40 રનના માર્જીનથી જીતી લીધી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમે તેના પ્રથમ દાવમાં 160 રન બનાવ્યા હતા.
જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 144 રનમાં આઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાએ તેના બીજા દાવમાં 246 રન બનાવ્યા હતા અને વેસ્ટ ઈન્ડિઝને 262 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ કેરેબિયન ટીમ 222 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

કેશવ મહારાજ આમ કરનાર પ્રથમ બોલર - વિયાન મુલ્ડરને બીજી ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન માટે 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.
કેશવ મહારાજને સમગ્ર શ્રેણીમાં સતત પ્રદર્શન કરવા બદલ 'પ્લેયર ઓફ ધ સિરીઝ'નો ખિતાબ મળ્યો હતો. કેશવ મહારાજ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર પ્રથમ સ્પિનરબની ગયા છે.












Click it and Unblock the Notifications
